Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ચેમ્બરના નવનિયુક્ત સભ્યોનું પ્રશાંત ચોક્સી મેમો,ટ્રસ્ટ દ્વારા સન્માન

રાજકોટ :તાજેતરમાં રાજકોર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્દ્રસ્ટ્રીઝની ચૂંટણીમાં વી,પી,વૈષ્ણવના નેતૃત્વવાળી વાયબ્રન્ટ પેનલમાં સોનીસમાજના નવયુવાન મયુરભાઈ આડેસરા જંગી મતે વિજયી થતા શ્રીમાળી સોની સમાજ સારાંશ ચેરી,ટ્રસ્ટ આયોજિત ચેમ્બરના સભ્યોના સન્માન સમારોહમાં પ્રશાંત ચોક્સી ચેરી,ટ્રસ્ટ દ્વારા ચેમ્બરમાં સોની સમાજના સૌપ્રથમ અને સૌથી નાની વયના ચૂંટાયેલા સભ્ય મયુરભાઈ આડેસરા સહીત નવનિયુક્ત સભ્યોને ફૂલડે વધાવ્યા હતા આ પ્રસંગની તસ્વીરમાં પ્રશાંત ચોક્સી ટ્રસ્ટના હિતેષભાઇ ચોક્સી,મનોજભાઈ આડેસરા,એડવોકેટ ઉપિનભાઈ ભીમાણી ,અશ્વિનભાઈ રાણપરા,હરેશભાઇ ઝવેરી,એડવોકેટ ભાવેશભાઈ પટણી ,અને કલ્પેશભાઈ રાણપરા સહિતના નજર પડે છે

(1:01 pm IST)
  • cctv વિડીયો ફૂટેજ : સલામ છે આ ટ્રક દ્રાઈવરની ગૌ ભક્તિને : જૂનાગઢ - મેંદરડા હાઇવે પર ખોડીયારના પાટિયા પાસે એક ગાય રોડ પર જતી હતી અને સામેથી પુરપાટ આવતા એક ટ્રકે એવું કંઈક કર્યું જે ત્યાં લાગેલા એક cctvમાં કેદ થઈ ગયું : આ cctv ફૂટેજ કોઈ બોલિવુડ ફિલ્મના સીનથી ઓછો ઉતરે તેમ નથી : રસ્તે ચાલતી ગાયને બચાવવા, પોતાના જીવના જોખમે, ટ્રક દ્રાઈવરે એટલી જોશથી બ્રેક મારી હતી કે ટ્રક આખો 360 ડિગ્રીએ ફરી ગયો હતો : (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 2:02 pm IST

  • બનાસકાંઠામાં ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણમોત : કુચવાડા પાસે ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત:રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો access_time 1:19 am IST

  • બિહારની બેટીએ અમેરિકામાં ગીતા સાથે લીધા સેનેટર તરીકે શપથ: જય હિંદનો સૂત્રોચ્ચાર કર્યા : બિહારના મુંગેરમાં જન્મેલી મોના દાસ પ્રથમ પ્રયાસમાં અમેરિકામાં વોશિંગ્ટન રાજ્યના 47માં જિલ્લાની સેનેટર બની : ડેમોક્રેટિક પાર્ટીની સભ્ય મોનાએ અમેરિકા સીનેટમાં હિંદૂ ધર્મગ્રંથ ગીતાની સાથે તેના પદની શપથ ગ્રહણ કર્યા હતા access_time 1:13 am IST