Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

લેઉવા પાટીદાર અગ્રણી શ્રી પરેશભાઈ ગજેરાએ વધુ એક હોદ્દા પરથી રાજીનામુ આપ્યું

રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી રાજીનામુ આપનાર શ્રી પરેશભાઈ ગજેરાએ વેરાવળ - સોમનાથ લેઉવા પટેલ અતિથિ ભવનના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધુ છે : નવા પ્રમુખ તરીકે ભવાનભાઈ રંગાણીની વરણી કરવામાં આવી હોવાનંુ જાણવા મળે છે : આ અંગે શ્રી પરેશભાઈ ગજેરાનો સંપર્ક સાધતા તેમણે 'અકિલા'ને જણાવેલ કે હું દિલથી એક પણ હોદ્દા ઉપર રહેવા માગતો નથી : એ વાત મેં અગાઉ પણ જાહેર કરી છે : શ્રી નરેશભાઈ પટેલના નેજા હેઠળ આ ટ્રસ્ટમાં ૧૪૦ ટ્રસ્ટીઓની વરણી થઈ હતી. ૨૫ કરોડના દાનમાંથી ૨૩ કરોડ જેવી જંગી રકમ પરેશભાઈના નેજા હેઠળ એકત્ર કરવામાં આવી હતી.

(5:49 pm IST)
  • બિહારની બેટીએ અમેરિકામાં ગીતા સાથે લીધા સેનેટર તરીકે શપથ: જય હિંદનો સૂત્રોચ્ચાર કર્યા : બિહારના મુંગેરમાં જન્મેલી મોના દાસ પ્રથમ પ્રયાસમાં અમેરિકામાં વોશિંગ્ટન રાજ્યના 47માં જિલ્લાની સેનેટર બની : ડેમોક્રેટિક પાર્ટીની સભ્ય મોનાએ અમેરિકા સીનેટમાં હિંદૂ ધર્મગ્રંથ ગીતાની સાથે તેના પદની શપથ ગ્રહણ કર્યા હતા access_time 1:13 am IST

  • સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી મહિલા માટે ઘરના દરવાજા બંધ :કેરળના સબરીમાલામાં મંદિરમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચનાર મહિલા કનકદુર્ગાને તેના પતિએ ઘરમાંથી બહાર કાઢી મૂકી : કનકદુર્ગાએ 50 વર્ષથી ઓછી ઉંમરની એક અન્ય મહિલા સાથે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો access_time 1:16 am IST

  • બનાસકાંઠામાં ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણમોત : કુચવાડા પાસે ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત:રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો access_time 1:19 am IST