Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

આવાસ યોજનામાં તંત્ર ધોકો પછાડશેઃ ભાડુતોનું ચેકીંગ

રાજકોટ, તા., ર૧: શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ મ્યુનીસીપલ કોર્પોરેશનની આવાસ યોજનામાં  ૧ લી ફેબ્રૂઆરીથી ચેકીંગ હાથ ધરવામાં આવશે.   જેમાં લાભાર્થીઓના ડોકયુમેન્ટ, દસ્તાવેજ, ચડત હપ્તા સહિતની બાબતો ચેક કરી કાર્યવાહી હાથ ધરાશે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ આવાસ યોજનાનો  તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ૬૦૦ થી વધુ ફલેટ ભાડે આપ્યા હોવાનો રીપોર્ટ દર્શાવવામાં આવ્યો છે તેમજ ૪૦૦ થી વધુ આવાસોનું નિયમ વિરૂધ્ધ વેચાણ થયું હોવાનો ધડાકો થયો હતો.

આ સર્વે બાદ તંત્ર દ્વારા ૧ લી ફેબ્રુઆરીથી  શહેરની ર૪ આવાસ યોજનામાં ચેકીંગ હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં લાભાર્થીઓના ડોકયુમેન્ટ, દસ્તાવેજ, ચડત હપ્તા, સહિતની બાબતોનું ચેકીંગ કરવામાં આવશે. (૪.૧૪)

(3:33 pm IST)