Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વિશ્વકર્મા જયંતિએ શોભાયાત્રા નીકળશે

વિશ્વકર્માધામ (રેસકોર્ષ) ખાતે સમૂહલગ્ન : પોરબંદરની રાસમંડળી જમાવટ કરશે

રાજકોટ : શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા ૨૯મીના શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવશે. રેસકોર્ષ ખાતે વિશ્વકર્માધામ બનાવવામાં આવશે. સમૂહલગ્ન, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા છે. ૨૮મીએ ખંભાળીયાનો આંબાવાડીનો ઈન્ટરનેશનલ ખ્યાતનામ બાવન બેડાનો રાસ અને પોરબંદરની વિખ્યાત રાસ મંડળી જમાવટ કરશે. ૨૯મીએ વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે સવારે ધ્વજારોહણ, બપોરે ૧:૩૦ વાગ્યે મૂર્તિપૂજન બાદ ધારેશ્વર મંદિરેથી વિશ્વકર્માજીની શોભાયાત્રાનો પ્રારંભ થશે. જેનું રેસકોર્ષ ખાતે સમાપન થયા બાદ શ્રી વિશ્વકર્મા દાદાની ૧૦૮ દીવડાની આરતી, ૨૧ યુગલના સમૂહલગ્નમાં દિકરીઓને કરીયાવરમાં દિકરીઓને કરીયાવરમાં ૫૧ હજારનો કરીયાવર આપવામાં આવશે. તસ્વીરમાં જ્ઞાતિના ચેરમેન મનહરભાઈ કરગથરા, પ્રમુખ રસીકભાઈ બદ્રકીયા, ઉપપ્રમુખ કાંતિભાઈ તલસાણીયા વિ. નજરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:20 pm IST)