Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

૬ લાખની ચોરીનો ભેદ ઉકેલાયોઃ કમલેશ પકડાયો

ક્રાઇમ બ્રાંચે સગીર સહિત બેની ધરપકડ કરી

રાજકોટ તા. રર :.. જૂની ગધીવાડમાં સ્વાગત રીફાઇનરીમાં થયેલી રૂ. ૬ લાખની ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી સગીર સહિત બે શખ્સોની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ દીવાનપરા શેરી નં. ૧પ, બંધ શેરીમાં રહેતા જીજ્ઞેશભાઇ ઓધવજીભાઇ  લુભાણી(ઉ.પ૦) ની જૂની ગધીવાડમાં આવેલી સ્વાગત નામની સોનું ગાળવાની રીફાઇનરીમાં ગત તા. ૯-૧ ના રોજ અગાસી ઉપરના રૂમની દીવાલમાં બાકોરૂ પાડી તસ્કરોએ રૂ. ૬ લાખની કિંમતનું રૂમમાં રાખેલ વારણ ચોરી ગયાની ફરીયાદ ગઇકાલે એ. ડીવીઝન પોલીસ મથકમાં  થઇ હતી. દરમ્યાન આજે ક્રાઇમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયાની સુચનાથી  પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડ કોન્સ. પ્રદીપસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ તથા સામતભાઇ ગઢવી, અમીનભાઇ ભલુર, જીજ્ઞેશભાઇ મારૂ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે સામતભાઇ તથા અમીનભાઇને મળેલી બાતમીના આધારે ચૂનારાવાડ શરેી નં. ૧ મચ્છી માર્કેટના ખુણે રહેતો કમલેશ ઉર્ફે કેલો દોલુભાઇ સોલંકી (ઉ.૧૯) અનેએક સગીરનેચોરાઉ સોની કામના ચારણની ધુળ ભરેલા કોથળા સાથે પકડી લીધા હતાં.

(4:20 pm IST)