Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રાજકોટમાં ચણા-મમરાની જેમ વેચાતા તમંચાઓઃ કોંગ્રેસની બઘડાટી

ચાર રિવોલ્વર, ૫૦ કાર્ટીસ, બે ઝબ્બે, વોન્ટેડ આરોપી પિસ્તોલ કાર્તિસ સાથે પકડાયો, મોરબી રોડ પર એકને ભડાકે દઇ હત્યા કરીઃ સરલાબેન મુખ્યમંત્રીના રાજકોટમાં જેટલા ફટાકડા ફુટે તેટલા ભડાકા થાય છેઃ ગજેન્દ્રસિંહ

રાજકોટ,તા.૨૨: શહેર કોંગ્રેસ પ્રવકતા પૂર્વ હોમગાર્ડ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાની યાદી મુજબ ભય,ભુખ, ભ્રષ્ટાચાર મુકત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં રાજકોટમાં કાયદા અને વ્યવસ્થા ચિંથરે હાલ બની છે. એક સમયનું શાંત અને રંગીલા શહેર અપરાધીનગર બન્યું છે.

શહેરમાં ચણા-મમરાની જેમ તમંચા રીવોલ્વર અને જીવતા કાર્તિસ મળે છે. ગઇકાલે ચાર પિસ્તોલ ૫૦ કાર્તિસ સાથે બે ને ઝબ્બે કરાયા અને શહેરમાંનો વોન્ટેડ આરોપી પિસ્તોલ અને કાર્તિસ સાથે ઝબ્બે કરાયો અને શહેરમાંનો વોન્ટેડ આરોપી પિસ્તોલ અને કાર્તિસ સાથે ઝબ્બે કરાયો એક ને મોરબી રોડ પરભડાકે દેવાયો મુખ્યમંત્રીના રાજકોટમાં જેટલા ફટાકડા ફુટે છે. એટલા  ભડાકા થાય છે. ખુદ રાજયના મુખ્યમંત્રી રાજકોટમાં અડધો ડઝન કમાન્ડો સિવાય ફરી  શકતા નથી. શહેરમાં જે તમંચાઓ ઝડપાય છે તેમાં પરપ્રાંતીય માંથી આવતા ગેરકાયદેસર શસ્ત્રો વધુ હોય છે ત્યારે પોલીસે શહેરમાંથી આવા જીવલેણ ગેરકાયદેસર હથિયારોમાં ઝબ્બે કરનારા શખ્શો કયાંથી કોની પાસેથી અને આવા હથિયારો રાજકોટમાં ઠલવાનારાના ગોડ ફાધરો કોણ છે તેના મુળ સુધી પોલીસે પહોંચવાની જરુર છે. તેમ અંતમાં કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા અને કોંગ્રેસ મહામંત્રી સરલાબેન પાટડીયાએ જણાવ્યું હતું

(4:20 pm IST)