Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રેસકોર્ષમાં આજે રાત્રે મહાપ્રસાદ

રઘુવંશી સમાજના આરાધ્ય વીરદાદા જશરાજજીના શૈર્યદિન નિમિતે રઘુવંશી પરિવાર દ્વારા આયોજન

રાજકોટ, તા. ૨૨ : લોહર પ્રદેશના અંતિમ મહારાણા અને રઘુવંશી સમાજના આરાધ્ય વીરદાદા જશરાજજીનો આજે શૈર્યદિન હોય રઘુવંશી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદનંુ આયોજન કરવામાં આવેલ છે. રેસકોર્ષ ખાતે (વીરદાદા જશરાજજીનગર) આજે હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો સાથે ભાવિકો ભોજન પ્રસાદનો લાભ લેશે.

જ્ઞાતિજમણ સાથે સમાજના યુવક - યુવતીઓ માટે નિઃશુલ્ક થેલેસેમીયા ટેસ્ટનું પણ આયોજન થયુ છે. થેલેસેમીયા ટેસ્ટ માટે રૂ. ૧૦૦ ડીપોઝીટ લેવામાં આવશે. રીપોર્ટ લેવા આવે ત્યારે એ ડિપોઝીટની પૂરેપૂરી રકમ પરત આપવામાં આવશે.

આજે રાત્રે હજારોની સંખ્યામાં ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશે. જ્ઞાતિજમણ માટે ખાંડ, બેસન, ઘી, ખીચડી, હળદર, બટેટા, મરચા વિ. ઢગલાબંધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવનાર છે. સમગ્ર તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

દરમિયાન તાજેતરમાં નાતજમણ માટે બાઈક - સ્કૂટર રેલીનું આયોજન થયેલંુ. મહાપ્રસાદનું આમંત્રણ આપવામાં આવ્યુ હતું.

શ્રી વીરદાદા જશરાજજીનગરમાં વડીલો, ભાઈ - બહેનો આરામથી મહાપ્રસાદનો લાભ લઈ શકે તે માટે અલાયદ, વ્યવસ્થા કરવામાં આવી છે.

સર્વે ધર્મપ્રેમીજનોએ મહાપ્રસાદનો લાભ લેવા રઘુવંશી પરીવાર દ્વારા અનુરોધ કરાયો છે.

(4:19 pm IST)