Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

આજથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમઃ ૨૮ જાન્યુઆરી અને ૪ ફેબ્રુઆરીએ મતદાન મથકો ઉપર ખાસ ઝુંબેશ

યુવા મતદારોને ખાસ તકઃ કુલ ૨૦ લાખ ૬૪ હજાર મતદારોઃ ચેકીંગ માટે કલેકટરની સૂચના

રાજકોટ તા. ૨૨ : આજથી રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે, લોકો મામલતદાર કચેરીએ પોતાનું નામ ઉમેરી શકશે, કમી-સુધારણા - સ્થળાંતર અંગેના ફોર્મ ભરી શકશે.

આ વખતે જાન્યુઆરીમાં ૧૮ વર્ષ પુરા કરનાર યુવા મતદારોને મતદાર બનવાનો પૂરો ચાન્સ રહેશે, કલેકટર તંત્ર પણ આ બાબતે ખાસ ફોકસ કરી રહ્યું છે.

દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પંડયાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ૨ દિવસ ૨૮ જાન્યુઆરી અને ૪ ફેબ્રુઆરીએ તમામ ૨૧૪૨ મતદાન મથકો ઉપર સવારે ૧૦થી સાંજે ૬ સુધી બુથ લેવલ ઓફિસરો બેસશે. લોકો તેમના વિસ્તારમાં લાગુ પડતા બૂથો ઉપર બીએસઓ પાસે પોતાના નામ ઉમેરવા કે અન્ય મુદ્દાઓ અંગે ફોર્મ મેળવી રજૂ કરી શકશે, આ મતલબની તમામ મામલતદારો - ડે.કલેકટરોને સૂચના અપાઇ છે, ચેકીંગ કરવા પણ આદેશ કરાયો છે.

(4:17 pm IST)