Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

૩૦મીએ કારોબારીઃ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં બજેટ માટે બોર્ડ બેઠક

રાજકોટ તા.૨૨: જિલ્લા પંચાયતની બજેટ માટેની ખાસ કારોબારી બેઠક ૩૦ નવેમ્બરે બોલાવાવનું નક્કી થયુ છે છેલ્લી ઘડીએ તારીખમાં કોઇ સામાન્ય ફેરફાર ન થાય તો ૩૦મીએ કારોબારી યોજવા માટે આવતીકાલે સાંજ સુધીમાં એજન્ડા પ્રસિધ્ધ થઇ જશે રીવાઇઝડ અને રેગ્યુલર બજેટ માટે જ કારોબારી બોલાવવામાં આવી રહી હોવાથી તેમાં બિનખેતીના કેસોનો સમાવેશ કરવાની તંત્ર વાહકોની ઇચ્છા નથી.

કારોબારી બાદ બજેટ સામાન્ય સભામાં રજુ કરવાનું થાય છે તેથી ખાસ સામાન્ય સભા ફેબુઆરીના બીજા અઠવાડીયામાં બોલાવવામાં આવશે. ૩૧ માર્ચ સુધીમાં બજેટ મંજુર થઇ જવુ જરૂરી છે.

(4:12 pm IST)