Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સુભાષબાબુને વંદન કરવા યુવા ભાજપ મોરચા દ્વારા વોર્ડ નં. ૬,૭,૮,૧૬ માં રકતદાન કેમ્પ

વોર્ડ નં.૧ માં કાલે રંભામાની વાડીમાં રકતદાન કેમ્પ

રાજકોટ : આઝાદ હિંદ ફોજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ અંતર્ગત તેમના યુવાનોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાવવા આપેલ સૂત્ર 'તુમ મુજે ખુન દો, મે તુમ્હે આઝાદી દુંગા' ને ચરીતાર્થ કરવા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા દરેક વોર્ડમાં રકતદા કેમ્પના આયોજનો હાથ ધરાયા હતા. તે અંતર્ગત શહેરના વોર્ડ નં. ૬,૭,૮,૧૬ માં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાની હેઠળ રકતદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું ઉદ્દઘાટન મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણીએ કરે. બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રદેશ યવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, રઘુભાઇ ધોળકીયા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર આશીષ વાગડીયા, મનીષ રાડીયા, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, પ્રવિણ કિયાડા, નયનાબેન પેઢડીયા, ઘનશ્યામ કુંગશીયા, વી. એમ. પટેલ, દુષ્યંત સંપટ, અલ્કાબેન કામદાર, મુકેશભાઇ મહેતા, ભાવેશ દેથરીયા, કિરીટ ગોહેલ, રમેશ દોમડીયા, સંદીપ ડોડીયા, કાથડભાઇ ડાંગર, અશ્વિન પાંભર, કીરણબેન માંકડીયા, નીનાબેન વજીર, મહેશ માખેલા, હીરેન ગોસ્વામી, જીતુભાઇ સીસોદીયા, નરેન્દ્ર ડવ, દિલીપસિંહ જાડેજા, યાકુબખાન પઠાણ, હબીબભાઇ સમા વગેરેએ ઉપસ્થિત રહી રકતદાતાઓને પ્રોત્સાહીત કર્યા હતા.  સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા શહેર યુવા ભાજપ મોરચાના પ્મુખ પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાની આગેવાની હેઠળ સતીષ ગમારા, પુર્વેશ ભટ્ટ, હિરેન રાવલ, આનંદ જાવીયા, અશ્વિન રાખશીયા, અર્જુનસિંહ ઠાકુર, મિલન લીંબાસીયા, મિત મહેતા, હેમાંગ પીપળીયા, હાર્દીક કુંગશીયા, કુલદીપસિંહ જાડેજા, તેજશ પ્રજાપતિ, જયેશ ભાનુશાળી, વિશાલ માંડલીયા, રાજન ત્રિવેદી, પ્રશાંત લાઠીગ્રા, જસ્મીન મકવાણા, ઋષભ દેસાઇ, અમિત રાજયગુરૂ, ઘનશ્યામ પરમાર, મનોજ ચાવડા, નાગજી રાદડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. દરમિયાન  તા. ૨૩ ના વોર્ડ નં. ૧ રંભામાની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે.

(4:02 pm IST)