Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

મુકબધિર બાળકોના મનોરંજનની દુનિયામાં ધુબાકા : ગૌરક્ષા સેના દ્વારા વિરાણી શાળામાં યોજાયો ફનફેર

રાજકોટ : અખિલ વિશ્વ ગૌસુરક્ષા સેનાએ સુરક્ષા સેતુ સંસ્થાના સહયોગ દ્વારા મકરસંક્રાંતિના પર્વેની પૂર્વ સંધ્યાએ વિરાણી બહેરા મુંગા શાળામાં મુકબધિર બાળકો માટે અદ્દભુત ફનફેરનું આયોજન કરાયુ હતુ. જેમાં શાળાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે અનલીમીટેડ રાઇડ જમ્પીંગ જોકર, બાસ્કેટ બોલ, ફઝર ફાળકા, રાઇફલ શુટીંગ જેવી રમતોનું આયોજન કરી બાળકોને મોજ કરાવવામાં આવી હતી. કાર્યક્રમના પ્રમુખ સ્થાને પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, ઉદ્દઘાટક તરીકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, અખિલ વિશ્વ ગૌરક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશભાઇ ધામેચા તેમજ અતિથિ વિશેષ તરીકે જગદીશભાઇ ગણાત્રા, પ્રતાપભાઇ કોટક, પરેશભાઇ વિઠલાણી, રાજેશભાઇ પોપટ, નટુભાઇ કોટક, શૈલેષભાઇ પાબારી, હિતેશભાઇ પોપટ, રમણભાઇ કોટક, અશોકભાઇ હિંડોચા, ગોરધનભાઇ ધામેચા, વિરેનભાઇ ધામેચા, નવયુવાન સામાજીક અગ્રણી જયભારત ધામેચા, અખિલ વિશ્વ ગૌસુરક્ષા સેના શહેર પ્રમુખ વિમલભાઇ કારીયા, રત્નાબેન સેજપાલ, શીલ્પાબેન પુજારા, ઇન્દુબેન, રંજનબેન પોપટ, વિનુભાઇ પોપટ, હેમલભાઇ ઠકરાર વગેરે ઉપસ્થિત રહેલ. બહેરા મુંગા શાળાના મહેશભાઇ જોષી તેમજ આચાર્ય બહેન મધુબેને સંપૂર્ણ રીતે    સહકાર આપી બાળકોને માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. તમામ બાળકોએ નાસ્તો અને રાઇડ્સનો આનંદ ઉઠાવી ભરપુર મનોરંજન માણ્યુ હતુ. આ તકે મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. પોલીસ કમિશ્નરશ્રીએ મુક બધીર બાળકો માટે થયેલ આવા સરસ આયોજન બદલ અભિનંદન પાઠવેલ. કાર્યક્રમમાં રાજુભાઇ પોબારૂ, યોગેશ પુજારા, ભુપેન્દ્રભાઇ કોટક, શૈલેષ પોબારૂ, કૌશિક માનસત્તા, વિનુભાઇ દત્તા, લાલભાઇ પોપટ, જેષ્ઠારામ ચતવાણી, મેહુલ નથવાણી, ચંદુભાઇ રાયચુરા, રમેશભાઇ ઠકકર, દિનેશભાઇ શીંગાળા, જસુબેન વસાની, રીટાબેન કોટક, રંજનબેન પોપટ, ઇંદુબેન શીંગાળા, શીલ્પાબેન પુજારા, રત્નાબેન સેજપાલ, તૃપ્તીબેન રાજાવીર, ગીતાબેન ધામેચા, સ્વાતીબેન ધામેચા, નિરાલીબેન ધામેચા, કુલદીપ ચૌહાણ, જયેશ  શાહ, જલ્પા કુબાવત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં તમામ બાળકોને ગીફટ કીટનું વિતરણ કરાયુ હતુ. સમગ્ર બાળ ફનફેરના કાર્યક્રમ માટે હિતેષભાઇ પોપટે સ઼કલન કરેલ. સંચાનલ રીટાબેન કોટકે કરેલ. અખિલ વિશ્વ ગૌસુરક્ષા સેનાના યુવા અગ્રણી જયભારત ધામેચા, શહેર પ્રમુખ વિમલભાઇ કારીયા, હેમલભાઇ ઠકરાર, કુદલીપભાઇએ કાર્યક્રમની સફળતા માટે સિંહ ફાળો આપ્યો હતો. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

(3:59 pm IST)