Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કયાં થુકવુંથી માંડીને બ્રહ્મરૂપ થવા સુધીની ઉત્તમ ચાવીઓ શિક્ષાપત્રીમાં છેઃ પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામી

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળમાં શિક્ષપત્રી જયંતિએ પુજન અર્ચન

રાજકોટ : ભગવાન સ્વામિનારાયણે ૧૯૨ વર્ષ પહેલા વડતાલમાં સ્વહસ્તે લખે શિક્ષપત્રીની આજે જન્મ જયંતિ હોય રાજકોટ ગુરૂકુળ ખાતે ભકિતભાવભેર ઉજવણી કરાઇ હતી. સવારે ૭.૩૦ વાગ્યે પૂ. મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને બધા સંતો અને હરીભકતોએ શિક્ષાપત્રીનું પૂજન આરતી કરવાયા હતા. આ તકે પૂ. મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યુ હતુ કે શિક્ષાપત્રીમાં કયાં થુકવુંથી માંડીને બ્રહ્મરૂપ થવાની ઉત્તમ ચાવીઓ બતાવી છે. કુલ ૨૧૨ શ્લોકમાં ૩૪૬ શાસ્ત્રોના સાર આપી દેવાયો છે. શિક્ષાપત્રી એ ગાગરમાં સાગર સમાન છે. દરેકે તેમના પ્રમાણે અનુસરણ કરવું જોઇએ. આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટની સ્થાપના ૧૯૪૮ માં પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કરી ગુરૂકુલ સંસ્કૃતિનો પુનરોધ્ધાર કર્યો હતો.

(3:39 pm IST)