Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કોસ્મો સીનેમા 'પદ્દમાવત' ફિલ્મ બતાવશે તો જોયા જેવી : જય ભવાની રાજપુત યુવા સેના

રાજકોટ તા. ૨૨ : પદ્દમાવતી ફિલ્મ સામે રાજપુત સમાજ દ્વારા પ્રચંદ વિરોધ થઇ રહ્યો છે તેવા સંજોગોમાં કોસ્મો ટોકીઝના વ્યવસ્થાપક દ્વારા ફિલ્મ રિલીઝ કરવા તૈયારી દર્શાવાઇ હોય જય ભવાની રાજપુત યુવા સેના દ્વારા કોસ્મો સીનેમાના મેનેજરને રૂબરૂ મળી ફિલ્મ નહીં દર્શાવા રજુઆત કરાઇ છે.

જય ભવાની સેનાએ જણાવેલ છે કે ફિલ્મ બતાવીને રાજપુત સમાજને અપમાનીત કરવા પ્રયાસ થશે તો સાંખી નહીં લેવાય. આજે દેશભરમાં રાજપુત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફિલ્મ દર્શાવ્યા બાદ કઇ પણ થાય તો તેની જવાબદારી ભોગવવા તૈયાર રહેવા રજુઆતમાં જય ભવાની સેવા દ્વારા જણાવાયુ છે.

કોઇ પણ ભોગે ફિલ્મ પ્રદર્શીત નહીં થવા દેવા અંતમાં જય ભવાની રાજપુત યુવા સેનાના જયદીપસિંહ દેવડા (મો.૯૮૨૪૨ ૭૪૩૮૧), હાર્દીકસિંહ ડાભી (મો.૯૬૩૮૧ ૩૮૨૫૭), કાનભા ચૌહા (મો.૯૮૯૮૮ ૦૦૦૯૦), ઇન્દ્રજતસિંહ મકવાણા (મો.૭૦૧૬૯ ૭૪૬૩૫), જયપાલસિંહ ચાવડા (મો.૯૭૨૫૯ ૭૭૭૭૦)  દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(3:37 pm IST)
  • 'આપ'ના ૨૦ ગેરલાયક ધારાસભ્યોની અરજી ઉપર ૨૦ માર્ચે સુનાવણી થશે : આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની બાબતે દિલ્હી હાઈકોર્ટે ૨૦ માર્ચે મુખ્ય પીટીશન હાથ ધરવાની તારીખ નક્કી કરી access_time 6:03 pm IST

  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક વેપાર સંમેલનમાં સંયુક્ત આરબ અમિરાતને આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સંયુક્ત આરબ અમીરાતના વિદેશ વ્યાપાર અને ઉદ્યોગ મામલાના અગ્ર સચિવએ મુખ્યમંત્રીને પત્ર લખીને વેપારી બેઠક માટે આમંત્રિત કર્યા છે. access_time 10:47 am IST

  • ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો લૂંટના નાણા રિકવર થયા બાદ તેને જપ્ત કરવાની ઈન્કમટેક્ષ વિભાગને સત્તા છે access_time 3:20 pm IST