Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

શાળાઓમાં ફી નિયમનના કાયદાનો કડક અમલ કરાવોઃ ABVP

પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રાજકોટના ડો. તુષાર પંડયા તથા પ્રદેશના સહમંત્રી તરીકે હિમાલયસિંહ ઝાલાની વરણીઃ પ્રદેશ કારોબારીમાં રાજકોટના ૭ સભ્યોનો સમાવેશઃ એબીવીપીના પ્રદેશ અધિવેશનનું સમાપન સેમેસ્ટર પ્રથા રદ કરોઃ શિક્ષણ, વર્તમાન પરિસ્થિતિ તથા સામાજીક સમરસતાના પ્રસ્તાવો રજ

રાજકોટ, તા., ૨૨: અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ ૪૯ માં પ્રદેશ અધિવેશનની પુર્ણાહુતી ગઇકાલ સાંજે ધ્વની અવતરણ બાદ પુર્ણાહુતી કરવામાં આવ્યું હતું.  ત્રિદિવસ યોજાયેલ અધિવેશનમાં એબીવીપીના કેન્દ્રીય અધિકારીઓ દ્વારા વિવિધ વિષય પર ભાષણ-જાહેરસભા-શોભાયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ગઇકાલે વર્ષ ર૦૧૮ની ગુજરાત પ્રદેશની કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં રાજકોટના ડો.તુષાર પંડયાની પ્રદેશ ઉપાધ્યક્ષ તથા હિમાલયસિંહ ઝાલાની પ્રાંત સહમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થી પરીષદની પ્રદેશ કારોબારીમાં ૭ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શહેરના ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ અધિવેશનના ત્રીજા દિવસે અભાવીપના પુર્વ રાષ્ટ્રીય મહામંત્રી શ્રીહરી બોરીકરજીએ ર૧ મી સદીના ભારતના નિર્માણ વિષય પર ભાષણ આપ્યું હતું.

આ અધિવેશનમાં શિક્ષણની પરીસ્થિતિ, વર્તમાન પરિસ્થિતિ અને સામાજીક સમરસતા વિષયના ત્રણ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યા હતા. શિક્ષણ પરિસ્થિતિના પ્રસ્તાવમાં ફી નિયમનના કાયદાનો શાળાઓમાં કડક અમલ થાય, સેમેસ્ટર પ્રથા રદ કરવા સહીતના મુદાઓ રજુ કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ એબીવીપીની ગુજરાત પ્રદેશ-ર૦૧૮ની કારોબારીની જાહેરાત પ્રાંત અધ્યક્ષ ડો. રવિસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સંજય સત્યાર્થી (દમણ), અતનુ મહાપાત્રા (ગાંધીનગર), ડો. તુષાર પંડયા (રાજકોટ) તથા પારૂલબેન  મોદી (અમદાવાદ) તથા પ્રાંત સહમંત્રી તરીકે હિમાલયસિંહ ઝાલા (રાજકોટ), કુશ પંડયા (અમદાવાદ), દિવ્યાબા ગોહીલ, નરેશ ઠાકોર (પંચમહાલ), રામભાઇ ગઢવી (કચ્છ)ની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થી પરીષદના વિવિધ આયોમોના સહ ઇન્ચાર્જ તરીકે ડો. મીહીર રાવલ (વોસી) તેજસિંહ સોઢા (સાંસ્કૃતી) તથા રાજકોટના ડો. ડો.રાજેશ પદનાણી, દર્શનસિંહ સિંધવ, શ્યામ ગઢવી, મયુરસિંહ જાડેજા, યોગેશભાઇ રાઠોડ, જય પટેલ, પાર્થ પ્રજાપતી સહીતનાની પ્રદેશ કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે.

(3:36 pm IST)