Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કોર્પોરેશનમાં હોર્ડિંગ બોર્ડ LED કરો : ડો.દર્શિતાબેન શાહ

રાજકોટ તા.૨૨ : મ્યુનિ. કોર્પોરેશનાં જુદા જુદા હોર્ડિંગ્સ એલ.ઈ.ડી. કરવા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે ડે.મેયરએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કોર્પોરેશન હસ્તક હાલ ૧૦ સાઈડના હોર્ડિંગ્સ એલ.ઈ.ડી છે. જયારે આ સિવાય બીજી ૧૦ સાઈટ મહાનગરપાલિકા હસ્તક છે. તેમાં બેનર હોર્ડિંગ છે. રાજકોટ શહેર હાલ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. અને સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે શહેરમાં રહેલા હોર્ડિંગ્સને પણ આકર્ષક અને વિવિધતા લક્ષી બનાવવા જરૂરી છે. તેથી હાલ મહાનગરપાલિકા હસ્તકના ૧૦ બેનર હોર્ડિંગ્સને એલ.ઈ.ડી. કરવા તથા બીજી મહાનગરપાલિકા હસ્તકની ૧૬૫ સાઈટ છે. જે તે સાઈટનો કોન્ટ્રાકટ પુરો થયે ભવિષ્યમાં ક્રમશઃ મુખ્ય તમામ સાઈટના હોર્ડિંગ્સ એલ.ઈ.ડી. કરવા જરૂરી છે જે, કરવાથી એક વાર જ ખર્ચ રહે છે. પરન્તુ, જે માધ્યમથી કોર્પોરેશનને પણ લાંબા સમયે ફાયદો રહે છે, તેમજ એક જ એલ.ઈ.ડી. બેનરમાં દ્યણી બધી જાહેરાતો થઇ શકે છે. તથા એક જ સાઈઝના શહેરમાં એલ.ઈ.ડી. હોર્ડિંગ્સ મુકવાથી રાજકોટ શહેરની સુંદરતામાં પણ વધારો થશે. આ અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા ડે.મેયર ડો.દર્શીતાબેન શાહે અંતમાં જણાવ્યું હતું.

(3:46 pm IST)