Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પેડક રોડ પરથી કોળી સગીરાનું અપહરણઃ વિશાલ મકવાણા સામે ગુનો

રાજકોટ તા.૨૨: લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતી કોળી સગીરાનું પેડક રોડ પર તેના મામાના ઘર પાસેથી વિશાલ મકવાણા નામનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગત તા.૧૭ના રોજપોતાના ઘરેથી પેડક રોડ પર રહેતા તેના મામાના જવાનું કહી ઘરેથી નીકળી હતી.ઙ્ગ

ત્યારબાદ તે બપોરે પરત ન આવતા તેની માતા-પિતાએ તેની શોધખોળ આદરી હતી અને પેડક રોડ પર સગીરાના મામાના ઘરે તપાસ કરતા અગીરા અહી આવી ન હોવાનું તેના મામાએ જણાવ્યુ હતુ.દરમ્યાન ચૂનારાવાડ ડાભી હોટલવાળી શેરીમાં રહેતો વિશાલ મકવાણા નામનો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાનુ જાણવા મળતા સગીરાની માતા નિતાબેન ભરતભાઇ ખોખાણીએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ આર.એસ.ઠાકરે તપાસ આદરી છે.(૧.૯)

 

(12:41 pm IST)