Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

નવાગામમાં હાજતે જવા નીકળેલા આંબા કોળીને હરેશ, સોયેબે ગડદા-પાટા માર્યા

આ બાજુ કેમ આવ્યો? કહી મારી નાંખવાની ધમકી પણ દીધી

રાજકોટ તા. ૨૨: નવાગામ આણંદપર માંધાતા સોસાયટીમાં રહેતાં આંબા ધીરૂભાઇ બાવળીયા (ઉ.૩૨) નામના કોળી યુવાનને ઘર નજીક તળાવના રસ્તે હાજતે જતો હતો ત્યારે હરેશ, સોયેબ અને એક અજાણ્યા શખ્સે લાકડીથી હુમલો કરી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ રાયધનભાઇએ ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે. મજૂરી કામ કરતો આંબા કોળી તળાવના રસ્તે ચાલીને કુદરતી હાજતે જતો હતો ત્યારે ત્રણેય શખ્સોએ અટકાવી તું કેમ આ બાજુ આવ્યો છો? તેમ કહી ઢીકા-પાટુ-લાકડીથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

(12:40 pm IST)