Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પદ્માવતી ફિલ્મ સામેના હિંસક દેખાવો સંદર્ભે કલેકટર તંત્ર-પોલીસ તંત્ર દ્વારા એકશન પ્લાન : સુરક્ષા ત્રણ ગણી કરી દેવાઇ

રાજકોટ શહેર-જીલ્લામાં કોઇ બનાવો ન બને તે માટે કલેકટર સીપી ડીઆઇજી ડીએસપી વચ્ચે મહત્વની મીટીંગ : વિરોધ કરનારા આગેવાનો સાથે મીટીંગ : દરેક નાયબ મામલતદારોને સ્પે. એકઝી. મેજી.ના પાવર આપી દેવાયા.. : સંવેદનશીલ વિસ્તારો ગોંડલ-ઉપલેટા પંથકમાં ખાસ તકેદારી : હાઇવે ઉપર રાઉન્ડ ધ કલોક ચેકીંગ : ગોંડલમાં એક શખ્સ સામે ફોજદારી : તોફાનીઓ સામે કડક હાથ કામ લેવા આદેશો

રાજકોટ, તા. રર : વિવાદાસ્પદ બનેલી ફિલ્મ પદ્માવતી રિલીઝ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશો બાદ સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાતમાં અમૂક વિસ્તારોમાં બસો ટાયરો સળગાવવાના હિંસક બનાવો બન્યા છે. પરિણામે સરકારે તકેદારીના પગલા ભરવાનું શરૂ કરી દીધું છે.

 

આ સંદર્ભે ગઇકાલે ચીફ સેક્રેટરીએ ગઇકાલે રાજકોટ સહિત રાજયના તમામ કલેકટરો સાથે સ્પે. વીસી યોજી હતી અને ૪ થી પ મુદ્દાઓ અંગે સૂચના આપી સુરક્ષાના પગલા ભરવા તાકીદ કરી હતી.

આ પછી કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ગઇકાલે ડીઆઇજી, પોલીસ કમિશ્નર, ડીસીપી, ડીએસપી સાથે મીટીંગ યોજી સુરક્ષા અને ૪ થી પ મુદ્દાઓ અંગે મહતવનો નિર્ણયો લીધા હતા.

રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ 'અકિલા'ને જણાવ્યું હતું કે હાઇવે ઉપર સુરક્ષા વ્યવસ્થા અને પેટ્રોલીંગ ત્રણ ગણુ વધારી દેવાયું. સતત ચેકીંગ કરવા અને રિપોર્ટ આપવા આદેશો કરાયા છે.

કલેકટર ઉમેર્યું હતું કે દરેક નાયબ મામલતદારને સ્પે. એકઝી. મેજી.ના પાવર અપી દેવાયા છે, કોઇપણ ઘટના બને તો મામલતદાર આ નાયબ બામતદારોને મોકલવા અંગે નિર્ણય લેશે.

આ ઉપરાંત નાયબ મામલતદાર, પોલીસ ઇન્સ્પેકટર અને પીએસઆઇ એમ ટીમો બનાવાઇ છે. સંવેદનશીલ વિસ્તારો જેવા કે ગોંડલ-ઉપલેટા પંથકના ગામડાઓ-રાજકોટ નજીના હાઇવે ઉપર ખાસ તકેદારી અપાઇ છે. વિરોધ કરનારા આગેવાનો ખાસ તકેદારી રખાઇ છ. વિરોધ કરનારા આગેવાનો સાથે મીટીંગ યોજી શાંતિથી વિરોધ કરવા-હિંસક ઘટનાઓ ઉભી ન કરવા સમજાવ્યા છે. આગેવાનોએ પણ કોઇ હિંસક ઘટનાઓ નહીં કરાય તેવી ખાત્રી આપી છે.

કલેકટરે ઉમેર્યું હતું કે, રાજકોટ શહેર-જીલ્લામાં કોઇપણ બસ સળગાવાની ઘટના ન બને, સરકારી ઇમારતોને નુકશાન ન થાય તે માટે પણ સુરક્ષા વ્યવસ્થા ડબલ કરાઇ છે. હિંસક ઘટનાઓ આચરતા કોઇપણ સામે કડક પગલા લેવા ફોજદારી કરવા આદેશો કરાયા છે. ગોંડલમાં આ બાબતે એક શખ્સ સામે ફોજદારી પણ દાખલ કરી દેવાઇ છે.

(11:49 am IST)