Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

આ વખતે ચૌધરી હાઈસ્કૂલમાં રાષ્ટ્રધ્વજ ફરકશે

કલેકટર તંત્રનો નિર્ણયઃ તૈયારીઓ શરૃઃ ગુરૂવારે સવારે ૯ વાગ્યે રીહર્સલ યોજાશેઃ શાસ્ત્રી મેદાનમાં કામચલાઉ બસ સ્ટેન્ડનું અડચણઃ વર્ષો બાદ પ્રથમ વખત સ્થળ ફર્યુઃ રાજકોટ જીલ્લાનો ધ્વજવંદન સમારોહ જામકંડોરણા ખાતેઃ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે ધ્વજવંદન

રાજકોટ, તા. ૨૨ :. રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે આ વખતે ૨૬મી જાન્યુઆરીએ ઐતિહાસિક ચૌધરી હાઈસ્કૂલ મેદાન ખાતે ત્રિરંગો લહેરાશે. શાસ્ત્રી મેદાન કામચલાઉ બસ સ્ટેન્ડ માટે ભાડે અપાયું છે, પરિણામે ત્યાં થઈ શકે તેમ નથી અને જે સંદર્ભે પ્રથમ વખત સ્થળ ફરી રહ્યુ છે અને રેસકોર્સના બદલે ચૌધરી હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે.

 

કલેકટરે જણાવ્યુ હતુ કે રાજકોટમાં એડી. કલેકટર શ્રી હર્ષદ વોરાના હસ્તે ધ્વજવંદન થશે. પરેડ-સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન વિગેરે યોજાશે. જ્યારે જીલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ જામકંડોરણા ખાતે યોજાશે. મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે ધ્વજવંદન થશે. બન્ને કાર્યક્રમો અંગે ગુરૂવારે સવારે ૯ વાગ્યે રિહર્સલ યોજાયુ છે.

(10:20 am IST)