Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

યુએલસી યોજના : ૧૯૦૦ કેસ કલીયર : ૧ર૧ કેસોની દરખાસ્ત સરકારમાં મોકલતા કલેકટર

આ તમામ ૧ર૧ કેસમાં વિવાદ-કોર્ટમાં મામલો હોય માર્ગદર્શન મંગાયું..: સૂચિતમાં ૧પ દિ'માં રીપોર્ટ આપવા સૂચના : બાદમાં મહેસૂલ મંત્રીના હસ્તે સનદ વિતરણ કાર્યક્રમ

રાજકોટ, તા. રર : રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આજે સવારે 'અકિા' સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે ત્રણ મહીનાની અંદર તાલુકા મામલતદારો-ડે. કલેકટરો લેવલે પડેલા તમામ પ્રકારના કેસોનો નિકાલ કરવા અને ઝીરો લેવલ સુમાર કરવા સૂચના અપાઇ છે.

સૂચિત અંગે કલેકટરે ઉમેર્યું હતું કે દરેક મામલતદાર-નાયબ મામલતદારોને ૧પ દિ'માં તેમની પાસે કેટલા કેસો આવ્યા એમાં શું થયું તેનો રીપોર્ટ આપવા જણાવાયું છે અને ત્યાર બાદ નવા મહેસૂલમંત્રી શ્રી કૌશિકભાઇ પટેલની ઉપસ્થિતિમાં તેમના હસ્તે સનદ વિતરણ કાર્યક્રમ અંગે નિર્ણય લેવાશે.

યુએલસી યોજના અંગે કલેકટરે ઉમેર્યું હતું કે લગભગ કેસોનો નિકાલ કરી લેવાયો છે. કુલ ૧૯૦૦ કેસો પતી ગયા છે, જયારે વિવાદ વાળા, કોર્ટમાં કેસ હોય તેવા ૧ર૧ કેસો અંગે સરકારમાં દરખાસ્ત કરી આવા કેસોમાં શું કરવું તે અંગે માર્ગદર્શન મંગાવાયું છે. (૮.પ)

 

(10:17 am IST)