Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચોથા તબકકાની પરીક્ષાનો પ્રારંભઃ ૧૦ર કેન્દ્રોમાં રરપરપ પરીક્ષાર્થીની કસોટી

તમામ કેન્દ્રો ઉપર કોવીડ-૧૯ ના માર્ગદર્શન પાલન :કુલપતિ પેથાણી જામનગર દોડી ગયાઃ અમરેલી ૧ કોપી કેસ

રાજકોટ તા. ર૧ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચોથા તબકકાની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ જામનગર, અમદાવાદ, પોરબંદર, સુરેન્દ્રનગર તેમજ મોરબી જિલ્લાના ૧૦૨ કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાઇ છે તમામ કેન્દ્રો તથા કોવીડ-૧૯ના માર્ગદર્શન મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગ માસ્ક તેમજ સેનેટાઈઝની વ્યવસ્થા કરવામાં આવી છે

આજે કુલપતિ પ્રો. નીતીનભાઇ પેથાણી પરીક્ષાના સંચાલનની સમીક્ષા કરવા જામનગર દોડી ગયા હતા જે તેઓશ્રીએ ૮ કેન્દ્રોની મુલાકાત લીધી હતી.

અમરેલીમાં આજે પરીક્ષામાં ગેરરીતી આચરતા એક વિદ્યાર્થી ઝડપાય ગયો કોપી કેસ કરવામાં આવ્યો.

(4:21 pm IST)