Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

મહિલાઓ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં નારી શકિતનું પ્રભુત્વ જમાવે તે જરૂરી

શહેર મહિલા કોંગ્રેસ દ્વારા બહેનોના ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને ટ્રેનીંગ કેમ્પ યોજાયો : પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, શહેર પ્રમુખ મનીષાબા વાળા, અશોકભાઇ ડાંગર દ્વારા અપાયું માર્ગદર્શન

રાજકોટ, તા. ર૧ :  ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી દિવસોમાં આવી રહેલી રાજયની નગરપાલીકા મહાનગર પાલિકા, તાલુકા પંચાયતો જીલ્લા પંચાયતોની ચૂંટણીઓ માટે પૂર્વ તૈયારીના ભાગ રૂપે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા મહિલા કોંગ્રેસના ગુજરાતના ઇન્ચાર્જ સોભનાબેન શાહની આગેવાનીમાં ગુજરાતના ચાર મુખ્ય ઝોનોગોમાં મહિલા કોંગ્રેસ જ હોદ્દેદાર બહેનો અને ચૂંટણી લડવા ઇચ્છુક બહેનોની મીટીંગો અને તેમના ટ્રેનીંગ માટેના પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત, બરોડા, અમદાવાદ, મહેસાણા બાદ આજરોજ સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની મીટીંગ અને ટ્રેનીંગ પ્રોગ્રામનો કાર્યક્રમ રાજકોટ નગર બોર્ડીંગ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો જેમ અંદાજીત સૌરાષ્ટ્ર કચ્છના જીલ્લા તાલુકા મથકોમાંથી ત્રણસોથી સાડા ત્રણસો મહિલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળાએ આવેલ મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરી ઉપસ્થિત સૌથી મહિલા પ્રતિનિધિઓને આવકાર્યા હતા. ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ આગેવાન ડો. હેમાંગ વસાવડાએ મહેમાનો વતી પોતાના પ્રતીભાવો આપતા આ ચૂંટણીઓમાં મહિલાઓની સીધી જ ભાગીદારી છે. તો દરેક મહિલા પ્રતિનિધિીઓ સતત લોક સંપર્ક કરી  ભાજપના જુઠાણાને ખુલ્લા પાડે અને ચૂંટણીઓની તૈયારીમાં લાગી જાય.

મહિલાઓના ટ્રેનીંગ પ્રોગ્રામમાં ઉપસ્થિત ટ્રેનરો દ્વારા દેશની આઝાદી પહેલા આઝાદીની ચળવગળમાં કોંગ્રેસ પક્ષનું બહુ મોટુ અને અમુલ્ય યોગદાન છે. અને પુજય મહાત્મા ગાંધીએ આઝાદ ભારતમાં સ્વરાજ અને સ્વદેશીનો સંદેશો જનજન સુધી પહોંચે અને છેવાડાના માનવી પણ સતામાં ભાગીદાર બને એ ઉર્દેશ સેવ્યો હતો. દેશ આઝાદ બનયા બાદ દેશના પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નેહરૂએ પંચાયતી રાજનો પાયો નાખ્યો ત્યારબાદ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ.ઇન્દીરા ગાંધીએ પંચાયત રાજને વધુ મજબુત બનાવવા અનેક કાર્યો કર્યા પંચવર્ષી યોજનાઓ થકી રાષ્ટ્રના વિકાસને વેગ-વંતો બનાવ્યો ર૧મી સદીના પ્રણેતા સ્વ. રાજીવ ગાંધીએ પ્રથમ વખત પંચાયતી સજમા ૩૩% મહિલા અનામતની જોગવાઇ કરી નગરપાલીકા, મહાનગરપાલિકા અને પંચાયતોમાં મહિલાઓને સીધી ભાગીદારી આપી ત્યારબાદની યુ.પી.એ સરકારે માહિતી અધીકાર આરટીઆઇના કાયદા થકી પંચાયતી રાજનેવધુ મજબુત બનાવી ભ્રષ્ટાચાર મુકત શાસનનો પાયો નાખ્યો જેમાં ગ્રામસભા અન તેનું મહત્વ પણ વધાર્યુ.

આમ દેશની - આઝદીથી લઇ યુ.પી.એના સાશન સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા સ્ત્રી સશકિતકરણ અને પંચાયતીસજને મજબુત બનાવવા અનેક ઐતિહાસીક કદમો ઉઠાવવામાં આવ્યા હતા જેના પરીણામ સ્વરૂપ આજે દરેક રાજકીય પક્ષોના મહિલાઓને માન સન્માન ભર્યા હોવાઓ મળે છે. અને પુરતુ પ્રતિનીત્વ મળે છે.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબાઅ ચૂંટણીઓમાં મહિલા પ્રતિનીધીઓએ કેવી રીતે પ્રચાર પ્રસાર કરવો અને ચૂંટાયા બાદ સ્થાનીક સ્વરાજની સંસ્થામાં કેવી રીતે પોતાની ફરજ અદા કરવી કેવી રીત લોક સંપર્કમાં સતત રહેવુ તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમના અંતમાં રા. મ.ન.પા.ના સીનીયર નગર સેવક મનસુખભાઇ કાલરીયાએ અધરામાં અઘર વોર્ડમાંથી પણ કેવી રીતે જીતી શકાય અને કોર્પોરેટર તરીકે પોતાની પાંચ વર્ષની કામગીરીના અનુભવો વર્ણવી માર્ગદર્શન આપ્યુ હતું.

જામનગરના મહિલા કોર્પોરેટર અન એડવોકેટ જેમનબેન ખફીએ પોતે પ્રથમ ચૂંટણી નજીવી સરસાઇથી હાર્યા બાદ સતત લોક સંપર્ક જાળવી બીજી ટર્મના જીત મેળવી અને એક મહિલા કોર્પોરેટર તરીકે લોકો સાથેનો અને તંત્ર સાથે કામ કરવાનો અનુભવ વર્ણવી માર્ગદર્શન આપ્યુ હતું. કાર્યક્રમની પૂર્ણાહૂતીમાં આભાર વીધી સૌરાષ્ટ્ર -કચ્છ મહિલા કોંગ્રેસના ઇન્ચાર્જ કલ્પનાબેન જોષીએ કરી હતી.

જયારે મનસુખભાઇ કાતરીયાએ કોર્પોરેટર તરીકેનો અનુભવ અને લોકો સાથે જન સંપર્ક કેસ કરવો એ જાણકારી આપી હતી.

જામનગરના એડવોકેટ અને કોર્પોરેટર જેનમબેન ખફીએ પોતાના અનુભવે અને મહિલા કોર્પોરેટર તરીકેની કામગીરીનું વર્ણ કર્યુ હતું.

કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાન ડો. હેમાંગ વસાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર જિલ પંચાયતના પ્રમુખ અલ્પનાબેન ખાટરી વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા ઉપનેતા મનસુખભાઇ કાલરીયા વિગેરે ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખો તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખો અને નગરપાલિકા મહિલા કોંગ્રેસ પ્રમુખો અને મહાનગરપાલિકા મહિલા કોંગ્રેસ પ્રમુખો અને મહાનગર પાલિકા મહિલા કોંગ્રેસના પ્રમુખો અને પ્રદેશ મહિલા કોંગ્રેસના હોદ્દદાર બહેનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

(3:56 pm IST)