Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

લાખાજીરાજ ઉદ્યોગનગરમાં ઓરડીમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : દારૂની ૧૦૮ બોટલ કબ્જે

વિશાલ ડાભીની શોધખોળ : લક્ષ્મીવાડી કવાર્ટરમાંથી ૮૪ બોટલ દારૂ સાથે જયદેવ પરમાર પકડાયો

રાજકોટ તા. ૨૧ : શહેરના અલગ અલગ બે વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડી લાખાજીરાજ ઉદ્યોગનગરમાં ઓરડીમાંથી દારૂની ૧૦૮ બોટલ કબ્જે કરી હતી અને લક્ષ્મીવાડીના કવાર્ટરમાંથી દારૂની ૮૪ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૫માં એક ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. બળભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ. મહિપાલસિંહ ઝાલા તથા ચેતનસિંહ ગોહિલને બાતમી મળતા પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર શેરી નં. ૫માં આવેલી એક ઓરડીમાં દરોડો પાડી રૂ. ૪૩,૨૦૦ની કિંમતની દારૂની ૧૦૮ બોટલ કબ્જે કરી વિશાલ મુકેશભાઇ ડાભી (રહે. ઉદ્યોગનગર શેરી નં. ૫)ની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે બીજા દરોડામાં કોન્સ. દીપકભાઇ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા તથા જયપાલસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એસ.વી.સાખરા, હેડ કોન્સ. ધીરેનભાઇ, કોન્સ. હિરેનભાઇ, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, મહેશભાઇ મંઢ, દિપકભાઇ ડાંગર, યોગીરાજસિંહ, જયપાલસિંહ, કિરતસિંહ અને સંજયભાઇ ચાવડા સહિતે લક્ષ્મીવાડી કવાર્ટર બ્લોક નં. ૩, કવાર્ટર નં. ૨૨માં દરોડો પાડી રૂ. ૩૦,૦૪૦ની કિંમતની દારૂની ૮૪ બોટલ સાથે કવાર્ટર માલીક જયદેવ સુરેશભાઇ પરમાર (ઉ.વ.૩૫)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:32 pm IST)