Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

દબાણ હટાવ શાખાનો સપાટો : ૧૦૦ રેંકડી-કેબીન તથા ૯ર૬ કિલો શાકભાજી જપ્ત

જયુબેલી માર્કેટ જંકશન રોડ, મવડી, રૈયા રોડ સહિતના વિસ્તારમાં કાર્યવાહી : ર લાખનો વહીવટી ચાર્જ વસુલ્યો

રાજકોટ, તા. ર૧ :  મ્યુ. કોર્પોરેશની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા સપ્તાહમાં  શહેરનાં વિવિધ વિસ્તારમાંથી ૧૦૦ રેંકડી -કેબીન, પરચુરણ માલસામાન ર૬ કિલો શાકભાજી જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ ર લાખની વધુનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

આ અંગે મ.ના.પાના એન્ક્રોંચમેન્ટ ઓફીસરની યાદીમાં જણાવ્યા મુજબ પુષ્કરધામ મેઇન રોડ, યુનિ. રોડ નાના મૌવા રોડ, સંત કબીર રોડ, ધરાર માર્કેટ, રામાપીર ચોકડીથી રૈયાધાર રોડ જયુબેલી માર્કેટ, કનયા છાત્રાલય, મવડી મેઇન રોડ, બાપાસિતારામ ચોક, છોટુનગર, રૈયા રોડ, તિરૂપતિ-૦ર, કાલાવડ રોડ પરાબજાર રોડ, સત્યસાંઇ રોડ, ભીમનગર રોડ, શીતલ પાર્ક ચોકમાંથી રેંકડી યુનિ. રોડ હોસ્પિટલ ચોક, જંકશન રોડ, જયુબેલી માર્કેટ, સત્ય સાંઇ રોડ, મવડી ચોકડી, ધરાર માર્કેટ, પુષ્કરધામ મેઇન રોડ, યાજ્ઞિક રોડ, ત્રિકોરણબાગ, જામનગર રોડ, એરપોર્ટ ગાર્ડન રોડ પર ની ૩૩ પરચુરણ માલ સામાન જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જયુબેલી માર્કેટ, જંકશન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, મવડી મેઇન રોડ પર ૯રપ કિલો શાકભાજી અને ર બાચકા મોસબી, ર બોકસ  સંતરા જપ્ત કર્યા હતા. જયારે રૂ. ર લાખનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

(3:29 pm IST)
  • કોલોન વિશ્વકપમાં સિમરનજીત કૌર અને મનીષાએ ગોલ્ડમેડલ જીત્યો : કુલ 9 ચંદ્ર્ક જીતીને અંકમાં ભારત બીજા સ્થાને : ભારતીય મહિલા મુક્કાબાજ સિમરનજીત કૌર ( 60 કી,ગ્રા,) અને મનીષા ( 57 કી,ગ્રા )એ જર્મનીમાં કોલોન મુક્કેબાજીમાં સુવર્ણચંદ્રક જીત્યો access_time 10:46 pm IST

  • મણિપુર ભાજપ આગેવાન ડ્રગ કેસમાં નિર્દોષ : કોર્ટ ચુકાદાથી અસંતુષ્ટ મહિલા પોલીસ અધિકારીએ એવોર્ડ પરત કરી દીધો : 2018 ની સાલમાં ડ્રગ મામલે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રીએ વીરતા એવોર્ડ આપ્યો હતો : ભાજપ આગેવાન પાસેથી 4 કિલો જેટલું હેરોઇન પકડાયું હતું તથા 28 કરોડ રૂપિયાની કિંમતની ડ્રગ ટેબ્લેટ પકડાઈ હતી access_time 12:03 pm IST

  • દેશમાં કોરોનાથી રિકવર થનારની સંખ્યા 96 લાખને પાર પહોંચી : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં જબરો વધારો: એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 24,503 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 00,56,162 થઇ :એક્ટિવ કેસ 3,02,243 થયા: વધુ 25,543 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 96,05,224 થયા :વધુ 330 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,45,843 થયો access_time 12:05 am IST