Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

હવે શહેરની ૨૦૨૧ની સ્થિતિવાળી મતદાર યાદી બનશે

તાજેતરમાં તૈયાર કરાયેલ પ્રાથમિક મતદાર યાદી મુજબ ૧૦.૬૪ લાખ મતદારો હવે ૨ થી ૩ હજારનો ઉમેરો થવાની શકયતા : બપોરે વિડીયો કોન્ફરન્સમાં અપાશે માર્ગદર્શન

રાજકોટ તા. ૨૧ : રાજ્ય સરકાર દ્વારા મ.ન.પા.ની સામાન્ય ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવા તડામાર તૈયારીઓ થઇ રહી છે. જે અનુસંધાને રાજકોટ શહેરની પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરી મોકલી દેવાઇ છે જે મુજબ શહેરમાં કુલ ૧૦.૬૪ લાખ જેટલા મતદારો છે ત્યારે હવે ૨૦૨૧ જાન્યુઆરીની સ્થિતિની પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરવા માટે સરકારનું માર્ગદર્શન આપ્યાનું જાણવા મળ્યું છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ શહેરની પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરી પ્રસિધ્ધ કરી દેવાઇ છે અને તેમાં નામ સુધારા - વધારા - ઉમેરો વગેરે થઇ રહ્યું છે ત્યારે હવે ૧-૧-૨૦૨૧ની સ્થિતિની પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરવા તજવીજ હાથ ધરાઇ છે અને આ માટે આજે બપોરે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી મ.ન.પા.ના ચૂંટણી અધિકારીઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવનાર છે.

જાણવા મળ્યા મુજબ તાજેતરમાં જે પ્રાથમિક મતદાર યાદી તૈયાર થઇ તેમાં રાજકોટ શહેરના ૧૦.૬૪ લાખ મતદારો હતા. હવે ૨૦૨૧ની સ્થિતિની યાદી તૈયાર થશે ત્યારે તેમાં ૨ થી ૩ હજાર મતદારો વધવાની શકયતા છે.

(3:29 pm IST)