Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

પતંગ સેનેટાઇઝ કરજોઃ આકાશમાં બે પતંગ વચ્ચે ૬ ફુટનું અંતર રાખવું

કોરોનાને અનુલક્ષીને સોશ્યલ મીડિયામાં મકરસંક્રાંતિની કાલ્પનિક ગાઇડલાઇન : પતંગ લૂંટવા પીપી કીટ પહેરવી ફરજિયાતઃ ફીરકી માટે સ્ટેન્ડ

રાજકોટ તા.ર૧ : મકરસંક્રતિનું પવ ર્નજીક આવી રહ્યું છે કોરોનાને અનુલક્ષીને અમુક લોકો દ્વારા સોશ્યલ મીડિયા પર મકરસંક્રાંતિ નિમિતની કાલ્પનિક રમુજી ગાઇડલાઇન વહેતી કરવામાં આવી છે જેમાં માત્ર મનોરંજનનો હેતુ દેખાય છે.આ કાલ્પનિક ગાઇડલાઇનની ઝલક નીચે મુજબ છે.

 એક ધાબા પર ચારથી વધુ લોકોએ પતંગ ચગાવવો નહિ.

ફીરકી પકડવા માટે લેવી કે આપવી નહિ, સરકાર દ્વારા સ્ટેન્ડ અપાશે.

 ઘર દિઠ એક જ ફીરકી સ્ટેન્ડ આપશે.

 દોરી મોઢેથી તોડવી નહિ, ગ્લોઝ પહેરીનેજ  પતંગ ચગાવવી.

 પતંગ કપાઇને આવેતો લૂંટવા નહિ અને લૂટવા જ હોય તો પીપી કીટ પહેરીને જ લૂટવા.

 ચીકકી, મમરાના લાડુની સાથે આ વખતે પાણીના બદલે ઉકાળાની બોટલ રાખવી.

 પતંગ ચગાવતા પહેલા પતંગીને માસ્ક લગાવવું ફરજિયાત છે.

 પતંગ સેનિટાઇઝ કરીને જ ઉડાળો સેનિટાઇઝ વિના ફરતો પતંગ પકડીને કોવિડ કેર સેન્ટરમાં મુકવામાં આવશે.

 આકાશમાં તમારા પતંગ અને બીજા પતંગ વચ્ચે ૫ ફુટનું અંતર રાખવું.

 પતંગ ચગાવીનેે ઉતાર્યા પછી એનુ ટેમ્પટેચર માળવુ.

(2:40 pm IST)