Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

પંચતત્વ નૈસર્ગીક - આયુર્વેદીક ચિકિત્સા રિસોર્ટ 'ધ-મીડો'નો શુભારંભ

નેચરોપેથી માટે હવે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા : હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે ૨૫૦ એકરના હરિયાળા 'વેલી વ્યુ કેમ્પસ'માં પ્રકૃતિ અને આરોગ્ય પ્રેમીઓ માટે નવુ નજરાણુ : રાજકોટના વ્રજ ઇન્ફ્રાસ્ટ્રકચર અને એપ્પલ ગ્રુપનું અનેરૂ સોપાન : ઔષધિવન, આયુર્વેદીક પધ્ધતિથી મસાજ, યોગા, ધ્યાન અને વ્યાયામથી શરીરનું સંપૂર્ણ શુધ્ધિકરણ : શુધ્ધ-સાત્વિક ભોજન અને ૩૨ લકઝરિયસ વિલામાં રહેવાની સુવિધા : પ્રકૃતિ સાથે જીવવાનો અને કાયાકલ્પનો અનેરો આનંદ માણવાનો લ્હાવો : કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્ત પાલન

પત્રકાર પરિષદમાં માહિતી રજૂ કરી રહેલા 'ધ મીડો'ના સંદિપ સાવલિયા, અમિત સાવલિયા, મેડીકલ ઓફિસર શ્રી તિવારી વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧ : શરીરમાંથી તમામ પ્રકારની બિમારીઓને જડમૂળથી કાઢવા માટેની ઉત્તમ ચિકિત્સા પધ્ધતિ એટલે નેચરોપથી અને આયુર્વેદીક પધ્ધતિથી શરીરનું સંપૂર્ણ શુધ્ધિકરણ. આ પ્રકારની સારવાર પધ્ધતિ ભારતના કેરળ સહિતના રાજ્યોમાં વર્ષોથી થઇ રહી છે. ત્યારે હવે રાજકોટમાં ઘર આંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાના નેચરોપેથી રિસોર્ટ 'ધ મીડો'નો શુભારંભ થઇ ગયો છે.

રાજકોટના વ્રજ ઇન્ફ્રાસ્ટ્રકચર અને એપ્પલ ગ્રુપના આ અનેરા સોપાન અંગે એમ.ડી. સંદિપ સાવલિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું રાજકોટમાં રિસોર્ટ - કલબ કલ્ચર અને વિલાના અનેક પ્રોજેકટ છે પરંતુ તેમાં માત્ર મનોરંજનનો હેતુ જ સરે છે. જ્યારે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટથી નજીક કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ૨૫૦ એકરના વિશાળ 'વેલી-વ્યુ' કેમ્પસમાં આ એક અનેરૂ - નવિનતમ રિસોર્ટ બનાવાયું છે કે જ્યાં વર્ષમાં માત્ર બે કે ત્રણ દિવસનો બ્રેક લઇ અને વ્યકિત પોતાના શરીરનો માનસિક, શારીરિક અને બૌધ્ધિક કાયાકલ્પ કરી શકશે. સૌરાષ્ટ્રના એન.આર.આઇ. પ્રવાસીઓને હવે બીજા રાજ્યમાં નેચરોપેથીક આયુર્વેદીક ચિકિત્સા માટે બીજા રાજ્યોમાં જવાની જરૂર નહી રહે ઘર આંગણે જ આ સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે.

ગ્રુપના અંકિત સાવલિયાએ જણાવ્યું હતું કે, કેમ્પસનું ઇન્ફ્રાસ્ટ્રકચર કુદરત સાથે તાલમેલવાળુ બનાવાયું છે. લાકડા અને કુદરતી પથ્થરોના ઉપયોગથી પીરામીડ ડીઝાઇનથી તમામ બાંધકામ કરાયું છે.

આ કેમ્પસનાં મેડીકલ ઓફિસર શ્રી તિવારીએ જણાવેલ કે, અહીં આવનાર દરેકની પંચતત્વ આધારીત નેચરોપેથી અને આયુર્વેદીક પધ્ધતિથી શરીર શુધ્ધિ કરાય છે. જેમાં કેમ્પસમાં આપેલ ઔષધિય વનથી વનસ્પતિઓના તેલનું મસાજ, શીરોધારા, ઝકુઝી, જીપ, સૌંદર્ય લેપ, મડ થેરાપી, એકયુપંકચર, યોગા, ધ્યાન વગેરેનો સંપૂર્ણ કોર્ષ કરાવવામાં આવે છે.

અહીં આવનારા દરેક સાધકને શુધ્ધ-સાત્વિક અને આયુર્વેદીક પધ્ધતિનું ભોજન આપવામાં આવે છે.

આમ, આ પ્રકારે બે કે ત્રણ દિવસ અહીં ગાળવાથી પ્રત્યેક વ્યકિતનું શારીરિક, માનસિક શુધ્ધિકરણ થાય છે. નાની-મોટી બિમારીઓ જડમૂળથી શરીરમાંથી નિકળી જાય છે.

 'ધ મીડો' નેચર કયોરના પ્રમોટર જીતુભાઇ સાવલિયા, નિલેશભાઇ કાછડિયા, સંદિપભાઇ સાવલિયાએ પ્રાકૃતિ રિસોર્ટની માહિતી આપતાં જણાવ્યુ હતું કે, આંતરાષ્ટ્રિય સ્તરના આ પ્રાકૃતિક રિસોર્ટ ધ મીડો નેચર કયોરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાણીતી એકટ્રેસ હિનાખાને શુટીંગ કર્યું છે. હાલની ભાગદોડભરી જીંદગીમાં લોકોને શારિરિક અને માનસિક શાંતિ મળે થોડા દિવસોના બ્રેકમાં આરામ અને સ્વાસ્થય સાથે ફરી કામે ચઢે ત્યારે નવી ઉર્જા સાથે જાય એવા સ્થળની તલાશ હોય છે. રાજકોટના આંતરરાષ્ટ્રિય એરપોર્ટ નજીક અહીં અમોએ પ્રવાસીને ભોજનથી માંડી કવોલીટી રેસ્ટ અને માનસિક શાંતિ મળે, કુદરતી સાંનિધ્ય મળે તેની તકેદારી રાખી છે.

 ધ મીડો નેચર કયોર એક હેલ્થ રિસોર્ટ છે. જયાં આયુર્વેદીક, નેચરોપથી, ઇન્ટરનેશનલ હિલીંગ, યોગા, મેડિટેશન પ્રોગ્રામ, એકવા ફિટનેશ, હાઇડ્રોથેરાપી, મડ થેરાપી, વ્યકિતનું ખાસ થોડા દિવસના પડાવમાં વજન ઘટાડવાથી માંડી માનસિક તાણ દૂર કવરા સહિતની સારવાર ઉપરાંત બહેનો માટે બ્યુટિ ફિટનેશ સહિતની સવલતો પણ ઉપલબ્ધ કરી છે. જેને માટે દેશના ખ્યાતનામ નિષ્ણાતોને અહીં તહેનાત કરવામાં આવ્યા છે. અહીં હરિયાળી અને લકઝરીનો સુભગ સમન્વય કરવામાં આવ્યો છે.

ધ મીડો નેચરોપથી રિસોર્ટ પાંચ એકરની હરિયાળીમાં ફેલાયો છે. જેમા ૩૨ વૈભવી વિલાઓ છે. શુધ્ધ કુદરતી વાતાવરણ, તાલીમબધ્ધ સ્ટાફ, ગ્રીનરી, આરામ, યોગા, આયુર્વેદ અને સાત્વીક ભોજન અને નિરવ શાંતિ માણસને નવી તાજગીથી ભરપૂર બનાવી દેશે.

ધ મીડો નેચર કયોરની મુલાકાત લેવા ઇચ્છતા લોકો અને આ વિષે વધુ માહિતી માટે રિસોર્ટની હેલ્પલાઇન ઉપર સેલ્સ ટીમના પિયુષ મેંદરડા, અને ડેનીસ સાંચેલાનો સંપર્ક કરી શકાશે.   મો. ૭૪૦૦૦ ૪૮૦૦૦, ૭૪૦૦૦ ૯૮૦૦૦ ઉપર સંપર્ક થઇ શકશે. રિસોર્ટમાં સભ્યપદ માટે કપલ પેકેજી'સ પણ ઉપલબ્ધ છે.

અહીં ખાસ નોંધનિય છે કે, માણસની તાજગીનો આધાર તેને મળતાં શુધ્ધ ઓકસીજન ઉપર છે. હિરાસર એરપોર્ટ પાસે સાકાર થયેલ 'ધ મીડો નેચરોપથી સેન્ટર'ની સાઇટ પસંદ કરતાં પહેલાં રાજકોટની આસપાસના તમામ વિસ્તારોમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી પ્રમોટરો દ્વારા જે તે સાઇટના ઓકસીજન લેવલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ સ્થળે સૌથી વધુ ઓકસીજન લેવલ માલુમ થયુ હતુ. તેનું કારણ આ વિસ્તારમાં એકરો સુધી પ્રકૃતિ ફેલાયેલી છે. રોજીંદો માનવ વસવાટ નથી. વૃક્ષો, બારમાસી નદી અને હિલ એરીયાનો કુદરતી સમન્વય આ સ્થળને વિશેષ બનાવે છે.

(2:40 pm IST)