Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રાજકોટ એઇમ્સઃ કુલ ૧૯ પ્લાનમાંથી ૪ પ્લાન મંજૂર પણ એની ર૦ લાખની ''ફી'' ભરવાની હજુ બાકીઃ ૧પ લાખ અંગે હવે નિર્ણય

કુલ ર કરોડ ૧૯ લાખની ફી માંથી રૂડા ૧ કરોડ ૧૯ લાખની માફી આપશે

રાજકોટ તા. ર૧: રાજકોટ એઇમ્સ માટે પ૦ બેઠકની મેડીકલ કોલેજનું આજે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન થયું છે, આ મેડીકલ કોલેજ હાલ સિવીલના  PDU બીલ્ડીંગમાં કાર્યરત થશે, બાદમાં એઇમ્સ બન્યે ખંઢેરી ખાતે આ કોલેજ કાર્યરત બની જશે.

દરમિયાન રૂડાના ઉચ્ચ અધીકારીઓએ આજે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એઇમ્સની અદ્યતન કુલ ૭ માળની બિલ્ડીંગ માટે કુલ ૧૯ પ્લાન આવ્યા છે, તેમાંથી ૪ પ્લાન મંજુર થઇ ગયા છે, જયારે ૧પ પ્લાનમાં એઇમ્સના તંત્રવાહકો તરફથી સુધારા-વધારા થઇ રહ્યા છે, આ પ્લાન અંગે હવે નિર્ણય થશે.

સાધનોએ જણાવેલ કે, જે ૪ પ્લાન મંજુર થયા છે, તેમાં ત્રણ પ્લાન હોસ્ટેલ બિલ્ડીંગ માટે અને એક પ્લાન ડાયરેકટર બંગલા માટે છે, પરંતુ આ ૪ પ્લાનની અંદાજે ર૦ લાખની ફી હજુ એઇમ્સ તરફથી ભરાઇ નથી, એટલે ફાઇનલ કોપી અપાઇ નથી.

તેમણે જણાવેલ કે આમ તો એઇમ્સ માટે કુલ ૧૯ પ્લાનની ર કરોડ ૧૯ લાખ જેવી ફી થવા જાય છે, પરંતુ એઇમ્સ સરકારી હોય, ૧ કરોડની ફી સરકારે માફ કરી છે, જયારે ૧૯ લાખની ફી કે જેમાં સ્કુટીની ફી સહિતની બાબતો આવે છે, તે ફી રૂડા દ્વારા માફ કરાઇ છે.

(2:39 pm IST)