Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

તારી કુખે પુત્ર જ જન્મવો જોઇએ અને નોર્મલ ડિલીવરી થવી જોઇએ...દિકરી જન્મતા હોસ્પિટલમાં જ પતિએ ઝઘડો કર્યો

રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના લેબ ટેકનિશિયન ભાવનાબેન ઠાકરને પતિ અમિત ઠાકર, સાસુ ચંદ્રિકાબેન, સસરા જશવંતરાય અને નણંદ રૂપમનો ત્રાસઃ મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાયોઃ અગાઉ પતિ સમાધાન કરી ઝઘડો નહિ કરે તેવી લેખિતમાં બાહેંધરી આપી પરત તેડી ગયોઃ પણ પછી અગાઉથી વધુ ત્રાસ આપ્યોઃ એક વખત તો મારી મારીને લોહીલુહાણ કરી નાંખ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૧: સિવિલ હોસ્પિટલ કેમ્પસની પીડીયુ મેડિકલ કોલેજનાં લેબ ટેકનિશિયન તરીકે ફરજબ બજાવતાં અને ગાંધીગ્રામ-૧ ગંગેશ્વર મહાદેવ સામે રહેતાં ભાવનાબેન અમિતભાઇ ઠાકર (ઉ.વ.૧૦)એ પતિ, સાસુ, સસરા અને નણંદ વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ભાવનાબેનની ફરિયાદ પરથી તેણીના પતિ અમિત ઠાકર, સસરા જશવંતરાય ડાયાલાલ ઠાકર અને સાસુ ચંદ્રિકાબેન (રહે. ગાંધીગ્રામ- પ-બ) તથા નણંદ રૂપમ સ્નહેલ દવે (રહે. અમદાવાદ) વિરૂધ્ધ  ગુનો નોંધ્યો છે. ભાવનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલમાં મારા માવતરના ઘરે છેલ્લા દસેક માસથી રહુ છું અને પી.ડી.યુ મેડીકલ કોલેજમાં (લેબ ટેકનિશિયન) તરીકે સરકારી નોકરી કરૂ છુ.મારા લગ્ન તા.૨૦/૦૧/૨૦૧૦ના રોજ અમિત જશવંતરાય ઠાકર  સાથે અમારી જ્ઞાતીના રીત-રીવાજ મુજબ થયેલ છે અને આ લગ્નજીવનથી મારે સંતાનમાં એક દિકરી છે જે હાલ આઠ વર્ષની છે અને મારી પાસે છે.

લગ્ન બાદ હું મારા સાસરીયામાં મારા પતિ સાથે રહેવા ગયેલ અને ત્યારે મારા સાસુ-સસરા અને નણંદ અમદાવાદ રહેતા હતા અને લગ્ન બાદ મારા પતિએ મને દોઢેક વષે સારી રીતે રાખેલ અને બાદ ઘરની નાની-નાની બાબતમા ઝગડાઓ કરી મારા પતિ મને માનશિક ત્રાસ આપતા અને મારી પ્રેગ્નેન્સી વખતે મારા પતિ મને કહેતા તને દિકરો જ આવવો જોઇએ અને નોર્મલ ડીલવરી થવી જોઇએ...તેમ કહી મને માનશિક રીતે ટોર્ચર કરતા અને મારી દિકરીના જન્મ વખતે મને સીજેરીયન આવેલ હોવાથી મારા પતિએ હોસ્પિટલમાં જ મારી સાથે ઝગડો કરેલ અને મારી ડિલવરી વખતે મારા સાસુ અમારા ઘરે એકાદ મહિનો રોકાયેલ અને મારા સાસુને મને દિકરીનો જન્મ થયેલ એ ગમતુ નહી જેથી તે પણ મને આ બાબતે માનશિક ત્રાસ આપતા અને મારા પતિને ચડામણી કરતા જેથી મારા પતિ મારી સાથે ઝગડો કરતા હતાં. પતિ જયારે ઝગડો કરે પછી થોડા દિવસો સુધી મને બોલાવતા નહી અને બાદ મારી દિકરી એકાદ વર્ષની થયેલ ત્યારે મારા સાસુ ચંદ્રિકાબેન જશવંતરાય, સસરા જશવંતરાય તથા નણંદ રૂપમબેન અમારી સાથે રહેવા આવતા રહેલ અને ત્યારે ઘરનુ તમામ કામકાજ મારે કરવાનુ અને મારા સાસુ અને નણંદ મને કામવાળીની જેમ રાખતા અને મને ઘરની બહાર પણ જવા દેતા નહી અને મારા સાસુ-સસરા તથા નણંદ મારા પતિને ચડામણી કરતાં. જેથી મારા પતિ મને કહેતા કે તુ ઘરમાથી નિકળી જા, મને છૂટાછેડા આપી દે, એટલે હું તારામાથી અને તારી દિકરી માથી છુટી જાવ એમ કહી મને મારકુટ કરતાં હતાં.

પરંતુ  મારે મારો ઘરસંસાર ચલાવવો હોય જેથી હું આ બધુ મુંગા મોઢે સહન કરતી અને બાદ ઓકટોબર-૨૦૧૮ના રોજ નવરાત્રીના સમય દરમ્યાન રાત્રીના મારા બેન-બનેવીના ઘરે જમવા બાબતે જવાનું હોય પણ મારા સાસુએ ના પાડતા જે બાબતે બોલાચાલી થતા મારા પતિએ  મારકુટ કરેલ. તેમજ નવરાત્રી પછી મને છુટુ કરવાના કાગળ તૈયાર કરાવવાનું કહેલ અને મને પયર માં જવાનું કહેતાં હું ત્યાં જતી રહી હતી.

ત્યાર બાદ માર્ચ ૨૦૧૯માં મારા પિયરમા સમાધન માટેની મિટિંગ થયેલ. જેમા અમારા તથા મારા પતિના વડિલો ભેગા થયેલ અને ત્યારે મારા સાસુ-સસરા તથા નણંદે બધાએ બહુ ખરાબ વર્તન કરેલ અને મને ગાળા ગાળી કરેલ અને મારા પતિએ મારા પિયર વાળાને પણ ગાળો આપેલ જેથી સમાધાન થયેલ નહિ અને તે મિટિંગમા એવુ નક્કી કરેલ કે અમો બન્ને કયારેક-કયારેક રૂબરૂ મળી સમસ્યાનું નિરાકરણ લઇ આવશું. જેથી હુ મારા પતિને અઠવાડિયે મળતી હતી અને બાદ મારા પતિએ મારી સાથે મારા પિયરમા ઝગડો કરેલ તેથી બે-ત્રણ મહિના મળેલ નહી. ત્યાર બાદ સાતમ —આઠમ પછી મારા પતિનો સામે થી સમાધાન માટે ફોન આવેલ જેથી મારી સાથે નોકરી કરતા ધર્મિષ્ઠાબેન હિંગળાજીયાએ મારા પતિ અને મને રૂબરૂમાં બોલાવેલ. મારા પતિએ હવેથીગાળો બોલશે નહી અને મારામારી કે બીજા કોઇ દુખ ત્રાસ આપીશ નહી અને જો ફરીથી એ જ ત્રાસ ચાલુ રહેશે તો હુ ફરીથી પિયરમાં જતી રહિશ તેવી સ્પષ્ટ સમજુતી થયેલ.

પતિએ લેખીતમાં બાંહેધરી આપેલ જેથી હું સમાધાન કરી મારા પતિ સાથે રહેવા જતી રહેલ. પરંતુ મારા પતિના વર્તનમા કોઇ ફેરફાર થયેલ નહિ અને પહેલાથી પણ વધુ હેરાન કરવા લાગેલ અને મારા પતિ મને કહેતા કે તારા પિયર વાળા સાથે કોઇ સબંધ નથી રાખવો. અને મારા પતિ મને ઘરખર્ચના પૈસા પણ આપતા નહી અને હુ મારા પતિને કાંઇ પુછુ કે તમે શું કરો છો, કયા જાવ છો, શું કામ કરો છો? તો અ બાબતે મારે મારા પતિ તથા સાસરિયા વાળા ને પુછવાની પણ મનાઇ હતી, અને જો ભુલ થી પુછાય જાય તો ઘરના દરેક સભ્ય મારી સાથે ઝઘડો કરતા અને આવુ મારી સાથે અવાર-નવાર કરતા હતાં. એ પછી બાદ માર્ચ ૨૦૨૦માં મારે આંખનું ચેક –અપ કરાવવા જવાનું હોઇ મે મારા પતિ ને કહેલ કે તમે સાથે આવો તો મારા પતિએ મને ના પાડેલ અને મને ગાળો દઇ ઝગડો કરી લોહિલુહાણ કરી મુકેલ એટલી હદે મારકુટ કરી હતી.

 બાદ મે આંખના ચેકઅપનીના પાડેલ પરંતુ પછી મારા પતિએ મને કહેલ કે જો તુ હવે ચેકઅપ કરાવવા નહિ આવ તો હું અત્યારેજ આપઘાત કરી લઇશ. જેથી મારા પતિ તથા હું વડોદરા આંખનુ ચેકઅપ કરાવવા ગયેલ અને ત્યાથી પાછા આવેલ ત્યારે સાસુ-સસરાએ મારી સાથે ઝગડો કરેલ જેથી હુ મારી દિકરીને લઇ મારા પિયર જતી રહેલ અને ત્યારથી હું મારા પિયરમા મા જ છુ અને બાદ મારા પતિ કે સાસરીવાળાએ મારી કે મારી દિકરીની કોઈ સારસંભાળ લીધેલ નથી. જેથી અંતે હવે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં ભાવનાબેને ફરિયાદમાં જણાવ્યું છે. હેડકોન્સ. આર. પી. કથીરીયા વધુ તપાસ કરે છે.

(12:50 pm IST)