Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

આનંદનગરના રિક્ષાચાલક આમદભાઇ પર થોરાળાના અવેશ અને સોયેબનો હુમલો

દિકરાના મિત્રના મિત્રોએ પૈસાની લેતીદેતીના ડખ્ખામાં ઘર પાસે છરી સાથે આવી ધમાલ મચાવી

રાજકોટ તા. ૨૧: કોઠારીયા રોડ આનંદનગરમાં રહેતાં રિક્ષાચાલક પ્રોૈઢ પર તેના દિકરાના મિત્રના મિત્રોએ અગાઉની પૈસાની માથાકુટનો ખાર રાખી ગાળો દઇ માર મારી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ આનંદનગર બ્લોક નં .એલ-૦૬ રૂમ નં. ૬૯માં રહેતાં રિક્ષાચાલક આમદભાઇ ગનીભાઇ જુણેજા (ઉ.વ.૫૭)ની ફરિયાદ પરથી અવેશ અને સોયેબ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આમદભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે સાંજે સાડા સાતેક વાગ્યે હું ઘરે હતો ત્યારે મારા દિકરા સમીરના મિત્ર અસલમ ડેલાના મિત્રો અવેશ અને શોયેબ કે જે બંને થોરાળામાં રહે છે તે અમારા ઘર પાસે ખુલ્લી છરી સાથે આવી જેમફો તેમ ગાળો બોલતાં હોઇ હું બહાર જતાં મને ઢીકાપાટુનો માર મારવા માંડ્યા હતાં તેમજ તમારે જે કરવું હોય એ કરી લ્યો, અમે કોઇથી બીતા નથી તેમ કહી ઝઘડો કરતાં પડોશી મુન્નાભાઇ અને બીજા મહિલાઓ છોડાવવા આવતાં તેમને પણ ગાળો દઇ લાફા મારી લીધા હતાં.

આથી બીજા લોકો ભેગા થઇ ગયા હતાં. એ પછી અવેશ અને સોયેબ મારી નાંખવાની ધમકી આપી જતાં રહ્યા હતાં. અગાઉ મારા દિકરા સમીર પાસેથી અવેશે રૂ. ૮ હજાર લીધા હતાં. આ બાબતે બોલચાલી થઇ હોઇ જેથી મારો દિકરો સમીર ઘર છોડીને જતો રહ્યો હોઇ તેને ગોતવા માટે અને પૈસા બાબતે માથાકુટ ચાલતી હોઇ આ બંનેએ હુમલો કર્યો હતો. એએઅસાઇ નરેન્દ્રભાઇ જી. ભદ્રેચાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:50 pm IST)