Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

અમેરિકાની ખ્યાતનામ કંપની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનાઈઝેશન દ્વારા

રાજકોટનું ગૌરવઃજય વસાવડાને વર્લ્ડ અમેઝીંગ ટેલેન્ટ એવોર્ડ એનાયત

રાજકોટઃ વિશ્વ ભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા દુનિયા વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં અગ્રેસર કંપની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન મોખરાનું સ્થાન ધરાવે છે . કંપની દ્વારા અનેક ગણી જુદી જુદી સર્વિસ આપવામાં આવે છે .જેમાં અનેક જુદી જુદી કેટેગરી નો સમાવેશ થાય છે. જેમ કે વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ,ગ્લોબલ આઇકોન, ઇન્સ્પાયરિંગ હ્યુમન, કિડ્સ વર્લ્ડ રેકોર્ડ, બ્રાન્ડ પ્રમોશન સ્ટ્રેટેર્જી, એમ્પ્લોયમેન્ટ એંગેજ સ્ટ્રેટેજી, ટુરિઝમ પ્રમોટ, પ્રોડકટ લોન્ચ જેવી અનેક સર્વિસ આપવામાં આવે છે. સાથે સાથે દુનિયા ભરમાંથી ટેલેન્ટ ને બહાર લાવવા ટેલેન્ટ શો નું આયોજન, વાર્ષિક વર્લ્ડ રેકોર્ડ બુક, ઈ-ન્યુઝ પેપર, આ સિવાય તે વ્યકિતગત,કોર્પોરેટ સેકટર, ગવર્મેન્ટ, સંસ્થાઓનું જુદા જુદા ક્ષેત્રે નોંધ લઇ સંપૂર્ણ ચકાસી જેઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે .

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એમરિકાના સીઈઓ અને ફાઉન્ડર શ્રી મિહિરભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા અધિકૃત કંપની ના ગુજરાત ટેરેટરી ડાયરેકટર શ્રી દિનેશચંદ્ર બારોટ તથા અન્ય ડેલિગેટ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિતિ ગુજરાત ભરૂચ જીલ્લા ના એજયુકેશન ઇન્સ્પેકટર શ્રીમતી સંગીતા મિસ્ત્રી દ્વારા દુનિયા ભરમાં લોકચાહના મેળવનાર ગુજરાત ગૌરવ, કટારલેખક, વકતા, સાહિત્યકારશ્રી જય વસાવડાને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.જેઓ દ્વારા અનેક પુસ્તકો ની રચના કરવામાં આવી છે. જેમણે પ્રેરણાત્મક વકતવ્ય દ્વારા યુવાનોના મન મોહી લીધા છે . એવા શ્રી જય વસાવડાને અમેરિકાની ખ્યાતનામ કંપની દ્વારા વર્લ્ડ અમેઝિંગ કેટેગરીમાં જેઓનો સમાવેશ કરી રાજકોટ ખાતે વિશેષ મહાનુભાવો, શ્રી નૈષધકુમાર મકવાણા, ભરતસિંહ પરમાર, પંકજ ત્રિવેદીની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

(11:31 am IST)