Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

મેંગો માર્કેટ પાસે સપ્લાયર દેવો ખાંભલા દેશી પીસ્ટલ સાથે પકડાયો

રાજકોટ, તા. ર૦ : શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા એસીપી એસ.આર. ટંડેલની સુચનાથી બી-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એમફ. ડામોર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ. વીરમભાઇ ધગલ, સલીમભાઇ અને મિતેશભાઇ આડેસરાને મળેલી બાતમીના આધારે હથિયારના ગુનામાં ફરાર દેવા ભીમશીભાઇ ખાંભવા (ઉ.વ.રપ) (રહે. ગાંભીડી, તા. સાયલા) ને દેશી બનાવટની પીસ્ટલ સાથે કુવાડવા રોડ મેંગો માર્કેટ પાસેથી પકડી લીધો હતો. બી-ડીવીઝન પોલીસે અગાઉ ત્રણ શખ્સોને હથિયાર સાથે પકડી લીધા હતા. તેમાં દેવા ખાંભલાનું નામ ખૂલ્યું હતું.

(1:22 pm IST)