Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ધોળકિયા સ્કુલનું ગૌરવ

 સ્વામી વિવેકાનંદની ૧૫૫મી જન્મ જયંતી નિમિતે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ અંતર્ગત ગુજરાતી મુખપાઠ સ્પર્ધામાં સ્વ.એસ.જી.ધોળકિયા મેમો. પ્રાથમિક શાળામાં ધો.૧માં અભ્યાસ કરતી ચૌહાણ ઉન્નતિ સમગ્ર રાજકોટ શહેર કક્ષાએ ચતુર્થ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ. રામકૃષ્ણ આશ્રમ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ. આ સિધ્ધી બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઇ ધોળકિયા તથા જીતુભાઇ ધોળકિયાએ અભિનંદન પાઠવેલ.

(3:42 pm IST)