Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

જીનિયસ સ્કુલમાં યોજાયો 'ટ્રેડ મેનીફેસ્ટો ૨૦૧૭'

વેપાર અને વાણીજયના યુગમાં સારા એન્ટરપ્રેનિયોર એટલેકે વ્યાપાર સાહસિકતાનું વિદ્યાર્થીઓ જાતે જ જ્ઞાન મેળવે તેવા આશયથી જીનિયસ સ્કુલ દ્વારા ધો.૧૧  કોમર્સના વિદ્યાર્થીઓ માટે 'ટ્રેડ મેનીફેસ્ટો- ૨૦૧૭' નું આયોજન કરાયુ હતુ. છાત્રો દ્વારા વિવિધ વ્યાપારીક વસ્તુઓ અને ખાણી પીણીના સ્ટોલ ઉભા કરાયેલ. છાત્રોએ જ જીઆઇડીસીઓમાં ફરી વિવિધ ઇન્ડસ્ટ્રીઓનો સંપર્ક કરી સ્પોન્સર જાહેરાતો મેળવી હતી. સપ્લાયર અને હોલસેલર્સના સંપર્ક કરી ક્રેડીટ પર માલ ખરીદ્યો હતો. આદ્યોગીક એકમો અને સ્કુલોનો ઇમેઇલથી સંપર્ક કરી આમંત્રણ આપેલ. કાર્યક્રમ અંગે લોકોને અવેર કરવા સાઇકલ રેલી તેમજ ફલેશ મોબ જેવી પ્રવૃત્તિઓ કરાઇ હતી. ટ્રેડ મેનીફેસ્ટો દરીમયાન કલચરલ પ્રોગ્રામ અને મ્યુઝીકલ ઇવેન્ટ તેમજ લેસર શોનું પણ આયોજન કરાયુ હતુ. આ બેદિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને વાલીઓએ મુલાકાત લઇ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહમાં મ્યુ. કમિશ્નર શ્રી બંછાનીધી પાની, કુંડલીયા કોલેજના પ્રિન્સીપાલ અર્જુનસિંહ રાણા, જાણીતા ગવર્નમેન્ટ કોન્ટ્રાકટર હેતલ રાજયગુરૂ, એસબીઆઇના ચીફ મેનેજર શ્રીમતી તિવારી, બાલાજી વેફર્સના એમ.ડી. કનુભાઇ વિરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના શિક્ષકો કાજલ શુકલ, શિતલ ગાઠાણી, રોશની થવાની, સિધ્ધાર્થ જોષી, તુહીન ઠકકર, સુનીલ કાથરોટીયા, યજ્ઞેશ તેરૈયા, પ્રસાદ જાની વગેરેએ જહેમત ઉઠાવી હતી. ટ્રેડ મેનીફેસ્ટોના આ સફળ આયોજન બદલ સંસ્થાના સીઇઓ ડીમ્પલબેન મહેતા અને જીનીયસ સ્કુલ ગ્રુપના ચેરમેન ડી. વી. મહેતાએ અભિનંદન પાઠવ્યા હતા.

(3:37 pm IST)