Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ચૂંટણી આચાર સંહિતા પૂર્ણ

હવે તો સામાકાંઠા સામૂ જોવોઃ વિકાસકામો શરૂ કરોઃ મુકેશ રાદડિયા

વોર્ડ નં.૫માં જીમ તથા વોર્ડ નં.૬માં લાઇબ્રેરીનું કામ શરૂ કરવા બાંધકામ સમિતિ ચેરમેનની તાકિદ

રાજકોટ તા.૨૧: ગુજરાત વિધાનસભા ચૂંટણીની આચાર સંહિતા પુર્ણ થઇ ગઇ હોય ત્યારે હવે શહેરના સામાકાંઠા વિસ્તારમાં જીમ અને લાઇબ્રેરી સહિતનાં વિવિધ કામો શરૂ કરવા બાંધકામ સમિતિ ચેરમેન મુકેશ રાદડીયાએ તાકિદ કરી છે.આ અંગે મુકેશ રાદડીયાએ જણાવ્યુ હતુ કે, કોર્પોરેશનનાં ગત બજેટમાં સામાકંઠા વિસ્તારનાં વોર્ડ નં.૫માં રૂ.૫૦ લાખનાં ખર્ચે જીમ અને વોર્ડ નં.૬માં રૂ.૧.૫૦ કરોડનાં ખર્ચે લાઇબ્રેરી બનાવાનું મંજુર કરવામાં આવ્યુ છે. પરંતુ આજ દિન સુધી આ બન્ને પ્રોજેકટના કામ ચાલુ થયેલ નથી.વધુમાં શ્રી રાદડીયાએ જણાવ્યુ હતુ કે, આ વિસ્તારનાં લોકોને જીમ માટે દુર જવું પડતુ હોય અને વાંચવા માટે કોઇ સુવિધા ન હોય તેથી તાત્કાલિક જીમ અને લાઇબ્રેરીનાં કામો શરૂ કરવા માંગ કરવામાં  આવી છે. વોર્ડ નં.૬નાં કોર્પોરેટર મુકેશ રાદડીયાએ અંતમાં જણાવ્યુ હતુ કે, આ બન્ને કામો તાકિદે શરૂ કરવા મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ચૂંટણીની આચાર સંહિતા અમલી બનતા આ પ્રોજકટો ના કામો શરૂ થયા ન હતા. હવે આચાર સંહિતા પુર્ણ થઇ છે ત્યારે બન્ને કામો તાત્કાલિક શરૂ કરવા માંગણી કરવામાં આવી છે.

(3:36 pm IST)