Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

લાખાભાઇ સાગઠીયાની જીતને વધાવતા વોર્ડનં.૧૮ના મતદારો

 રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ અને વિધાનસભા -૭૧ના ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચાની આગેવાનીમાં વિધાનસભા-૭૧માં આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી જંગી લીડ સાથે ભાજપના ઉમેદવાર લાખાભાઇ સાગઠીયનનો વિજય થતાં આ જીત વધાવવા ૭૧માં આવતા વોર્ડ નં.૧૮ના મતદારોને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિજય સરઘસ યોજાયું હતુ.  તમામનો જાહેર અભાર વ્યકત કર્યો  હતો. આ તકે રાજુભાઇ બોરીચા, ડી.કે. સખીયા, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, રાજુભાઇ માલધારી, સંજયસિંહ રાણા, શૈલેષભાઇ પરસાણા, સુરેશભાઇ બોઘાણી, દિનેશભાઇ લીંબાસીયા, રાજુભાઇ અમીપરા, મોહનભાઇ દાફડા, ભીખા આતા, રાજુભાઇ ડાંગર, દેવાયતભાઇ ડાંગર, સલીમભાઇ દેસાડીયા, જગદિશભાઇ સરવૈયા, પ્રકાશબા, છાયાબેન, વિણાબેન, રાકેશ રાદડીયા, એલીશ રાઠોડ, હિતેશ ઢોલરીયા, યોગરાજસિંહ,  કોૈશિક ઢોલરીયા, સુરેશભાઇ મિસ્ત્રી, રમેશભાઇ લોઢીયા, રાજુભાઇ ગઢવી, કીશોરભાઇ ડાભી, ભગાભાઇ આહિર, નીલેશભાઇ પટેલ, રવિ અમીપરા, દિનેશ કીડીયા, શંકર પટેલ, કાળુભાઇ સરપંચ, સાગર કાચા, નિલેશ ગઢવી, અનીલ ગઢવી, મનુભાઇ ગરૈયા સહિતના ઉપસ્થિત રહયા હતા.

(3:35 pm IST)