Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

રેલનગરના ૧.પ બીએચકે ના ૧ હજાર ફોર્મનું ગુરૂવારથી વિતરણ

મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલ :તા. રર ડિસેમ્‍બર સુધીમાં ફોર્મ ભરી પરત કરી શકાશે : ફોર્મ કોટક બેંકની તમામ શાખા તથા સીવી સેન્‍ટર ખાતેની તથા ઓનલાઇન મનપાના ઉપલબ્‍ધ : ફલેટની કિંમત પ.પ૦ લાખ

રાજકોટ, તા. ર૧ : મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર ખાતે આવેલ ૧.૫ બી.એચ.કે.ના ૧૦૧૦ આવાસોના ફોર્મ વિતરણ તા.૨૩નવેમ્‍બર થી શરૂ થશે જે તા.૨૨ડિસેમ્‍બર સુધી ફોર્મ ભરી પરત કરી શકશે.

તેમ મેયર, ડે. મેયર, સ્‍ટેગિં કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા, દંડક, મ્‍યુનિ. કમિશનર અને હાઉસીંગ ઇમ્‍પ્રુવમેન્‍ટ અને ક્‍લીયરન્‍સ સમિતિના ચેરમેનએ  જાહેરાત કરી હતી.

આ અંગે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર, ઘનશ્‍યામ બંગ્‍લોઝની બાજુમાં, પોપટપરા વેર હાઉસ પાસે, રાજકોટ ખાતે આવેલ ૧.૫ BHKના ૧૦૧૦ આવાસોના ફોર્મ તા.૨૩ નવેમ્‍બર થી તા.૨૨ડિસેમ્‍બર ૩ દરમિયાન કોટક બેંકની રાજકોટ શહેરની તમામ શાખાઓ તથા રાજકોટ મહાનગરપાલિકાના તમામ  સિવિક સેન્‍ટર્સ ખાતેથી રૂ.૧૦૦/-ની ફી ભરી મેળવી શકાશે. ફોર્મ જમાં કરાવવાની આખરી તા.૨૨ડિસેમ્‍બર રહેશે. અરજદારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર જઇ ઓનલાઇન ફોર્મ પણ ભરી શકશે. ઓનલાઇન ફોર્મ ભરવાના કિસ્‍સામાં ફી રૂ.૫૦/- રહેશે. આવાસની કિંમત રૂ.૫,૫૦,૦૦૦/- રહેશે. સમગ્ર કુટુંબની મહત્તમ વાર્ષિક આવક મર્યાદા રૂ.૩.૦ લાખ રહેશે. આવાસ ફાળવણી કમ્‍પ્‍યુટરાઇઝડ ડ્રો દ્વારા કરવામાં આવશે તેમ, મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેગિં કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, મ્‍યુનિ. કમિશનર આનંદ પટેલ અને હાઉસીંગ ઇમ્‍પ્રુવમેન્‍ટ અને ક્‍લીયરન્‍સ સમિતિના ચેરમેન નીતિનભાઈ રામાણીએ સંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું હતું.

આ આવાસ યોજનાના દરેક આવાસમાં લઘુત્તમ કાર્પેટ વિસ્‍તાર અંદાજિત ૪૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડ રૂમ, એક સ્‍ટડી રૂમ, એક હોલ, કિચન, વોશ એરિયા અને બાથરૂમ-ટોઇલેટ સાથે ૪૦ ચો.મી. એરિયાની સુવિધા આપવામાં આવશે.

(5:57 pm IST)