Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

મોટા મવા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં જયશ્રીબેન રાઠોડને પૂર્વ પતિએ ફરીથી લગ્ન કરી લેવા કહી ધમકી દીધી

રાજકોટઃ મોટા મવા તાલુકા પોલીસ સ્‍ટેશન સામે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી જયશ્રીબેન ચનાભાઇ રાઠોડ (ઉ.વ.૨૯)ને તેના પૂર્વ પતિ હાર્દિક ભગવાનજીભાઇ રાઠોડે યુનિવર્સિટીના ગેઇટ પાસે અટકાવી ગાળો દઇ તું મારી સાથે લગ્ન નહિ કરે તો તારા બીજે ક્‍યાંય લગ્ન નહિ થવા દઉં તેમ કહી ગાળો ઇ મારી નાંખવાની ધમકી આપતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્‍સ. બી. જે. ખેરએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી હતી.જયશ્રીબેનના લગ્ન અગાઉ હાર્દિક સાથે થયા હતાં. પરંતુ મનમેળ ન થતાં તેણીએ છુટાછેડા લીધા હતાં. છુટાછેડા બાદ તેણી માવતરે રહે છે. હવે ફરીથી પૂર્વ પતિ હાર્દિક લગ્ન કરી લેવાનું કહી હેરાન કરતો હોવાનો ફરિયાદમાં આરોપ મુકાયો છે.

 

(12:31 pm IST)