Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

લગ્ન સમારંભ સાબિત થઈ શકે છે સુપર સ્પ્રેડર ઇવેન્ટ

લગ્નમાં સામેલ થયેલા ૮૩ લોકોમાંથી ૩૨નો કોરોના ટેસ્ટ પોઝિટિવ

રાજકોટ, તા. ર૦ : કોરોના વાયરસની આ મહામારીના સમયમાં દુનિયાભરમાં લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા તથા વારંવાર હાથ ધોવાની સલાહ અપાઈ રહી છે. આ સાથે જ લોકોને ખૂબ જ જરૂરી હોય તો જ ઘરથી બહાર નીકળવા માટે કહેવાઈ રહ્યું છે. પરંતુ દ્યણા લોકો આ મહામારીમાં પણ ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે, અને તેમાં આવનારા મહેમાનોના કારણે આવી મોટી ઈવેન્ટ સુપર સ્પ્રેડર બની શકે છે. અમેરિકાના ઓહાયોમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. જેમાં લગ્નમાં સામેલ થનારા ૮૩ લોકોમાંથી અડધા જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા.

જાણકારી મુજબ, અમેરિકાના ઓહાયો રાજયમાં યોજાયેલા એક લગ્નમાં સામેલ થયેલા ૮૩ લોકોમાંથી ૩૨ નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં વર અને વધૂ, ચર્ચાના પાદરી તથા વૃદ્ઘો પણ સામેલ છે. આ વિશે ચર્ચાના પાદરીનું કહેવું છે કે, તમે આ સ્થિતિમાં ભરપૂર આનંદ ઉઠાવો છો. તમે કોવિડ વિશે વધારે વિચારતા નથી.

અમેરિકામાં મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જેના કારણે લોકોના ઘરે રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. જહોન ઓપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, ઓહાયોમાં ૨ નવેમ્બરે ૨,૨૧,૦૦૦ કોરોનાના કેસ હતા, જે સોમવારે વધીને ૩૦૫,૦૦૦ લાખ સુધી પહોંચી ગયો છે.

પબ્લિક હેલ્થ એકસપર્ટ્સે કોરોનાના કેસોમાં થઈ રહેલા ઉછાળા વચ્ચે લોકોને ધામધૂમથી વેડિંગ ન યોજવા ચેતવ્યા છે. વોશિંગ્ટન રાજય, ન્યયોર્ક તથા મિનેસોટામાં આ પ્રકારની ઈવેન્ટ્સથી મહામારી વધુ ફેલાઈ છે. મેઈનમાં પણ આ પ્રકારની એક વેડિંગ સેરેમનીથી ૧૭૬ લોકો કોરોના પોઝિટિવ થયા હતા અને સાત લોકોના મોત થયા હતા.

(3:28 pm IST)
  • પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડિઝલના ભાવમાં ૨૨ પૈસાનો વધારોઃ પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે બીજા દિવસે પણ વધારો થયો છે. પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૨ પૈસાનો વધારો થયો છે. ભાવ વધારો આજે સવારે ૬ વાગ્યાથી લાગુ થયો છે. access_time 11:38 am IST

  • કાશ્મીરમાં સંખ્યાબંધ સ્થળોએ ઈડીના દરોડા : જમ્મુ અને કાશ્મીર બેંકમાં શંકાસ્પદ વ્યવહારોને સાંકળતા મની લોન્ડરિંગ અંગેની તપાસના સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડાયરેક્તટોરેટે આજે કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડયા છે. access_time 6:32 pm IST

  • રાજસ્થાનમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 3007 નવા કેસ નોંધાયા : જયપુર,જોધપુર, ઉદયપુર,બિકાનેર , અલ્વર ,કોટા , અજમેર અને ભીલવાડામાં રાત્રી કર્ફ્યુ લગાડયો access_time 12:33 am IST