Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

વૈશ્વિક કોરોના મહામારીને કારણે બંધ રહ્યા પછી ચાલુ થતા ફરી એકવાર

અકિલાની 'મીની જાહેરાત' લોકોની સમસ્યા ઉકેલી 'શિરમોર' સાબીત થઇ

વર્ષોથી અકિલા સાથે જોડાયેલા વાંચકો, વેપારી, ઉદ્યોગપતિઓ, કારીગરો, એસ્ટેટ બ્રોકરોએ 'અકિલાને પ્રાધાન્ય' આપી લોકડાઉન પૂર્વેની સ્થિતિએ મીની જાહેરાતની સંખ્યા ૧૧૦૦ ને અંબાવી દીધીઃ અકિલામાં અનલોક-૧ પછી મીની જાહેરાતના માધ્યમથી વેપારી-ઉદ્યોગપતિઓને સ્ટાફ જોઇએ છેની સમસ્યા ઉકેલાઇ, તો નાના કારીગરોને મીની જાહેરાતના સહારે રોજગારી મળવા લાગી અનેક લોકોને ઘરનો જુનો સામાન વેચવાની સમસ્યા પણ ઝડપથી ઉકેલાઇ તો સામે પક્ષે વર્ષોથી અકિલા સાથે જોડાયેલા એસ્ટેટ બ્રોકરોને અકિલામાં મીની જાહેરાત પ્રસિદ્ધ થવાના પગલે જમીન-મકાન ભાડે-લેવા-આપવા-વેચવાના કોલ આવવાની સાથે રોજગારી મળવા લાગી...બસ આજ છે અકિલાની 'મીની જાહેરાત'નો જાદુ

રાજકોટ તા. ૧૯ : વૈશ્વિક કોરોના મહામારીને કારણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રપ માર્ચ ર૦ર૦ થી સંપુર્ણ લોકડાઉન જાહેર કર્યા પછી સમગ્ર દેશમાં માત્ર ડેરીફાર્મ, અનાજ કિરાણા અને મેડીકલ સિવાય તમામ વેપાર - ધંધા સંપુર્ણ બંધ થઇ ગયા હતા.

વેપાર ધંધાની સાથે જાહેર પરિવહન-બસો ટ્રેનો-હવાઇ મુસાફરી, શાળા, કોલેજો અને ધાર્મિક સ્થળો પણ લાંબા સમય સુધી બંધ રહેતા એક સમયે દેશમાં તમામ રોજગારીને લગતી પ્રવૃતિ બંધ થઇ જતા અનેક શ્રમિકો વતન ચાલ્યા ગયેલ અને રોજગારીની મોટી સરસ્યા સર્જાતા આખરે કેન્દ્ર સરકારે દેશની ઇકોનોમી-વિકાસને આગળ વધારવા ધીરે-ધીરે તબકકાવાર અનલોક-૧ જાહેર કરી ફરી વેપાર ધંધા ચાલુ કરવાની ૧૮ જુનથી છુટ આપી.

અનલોક જાહેર થયા પછી કોરોનાના કેસો ઘટવાને બદલે વધવા લાગ્યા હતા. સરકાર દ્વારા લોકડાઉન જાહેર થયા બાદ અને વેપાર ધંધા બંધ થઇ જતા વર્તમાન પત્રોમાં જાહેરાતો પ્રસિદ્ધ થવાનુ પણ એક તબ્બકે સંપુર્ણ ઠપ્પ થઇ ગયેલ હતું. જેને કારણે વર્તમાન પત્રોના પાના પણ ઘટી જવા પામેલ.

અનલોક જાહેર થયા પછી જેમ-જેમ વેપાર ધંધાની ગતીવિધિ તેજ થવા લાગેલ અને અકિલાના વાંચકો ગ્રાહકો તરફથી અકિલા કાર્યાલય પર મીની જાહેરાત કયારે સ્વીકારાશે તેવા સતત ફોન આવતા રહેતા હતા.

રપ માર્ચ-ર૦ર૦થી સતત ૩ માસ સુધી અકિલાનો મીની જાહેરાત વિભાગ સંપૂર્ણ બંધ રહેલ જેને કારણે અનેક વેપારીઓને માણસ સેલ્સમેન, કારીગર મેળવવવાની મુશ્કેલી પડતી હતી આવીજ રીતે છુટક કામ કરતા કારીગરો જેવા કે ઇલેકટ્રીશ્યન, પ્લમ્બર, ઇલેકટ્રોનીકસ રીપેરર, સુથાર, કલરકામ, પીઓપી.ના કારીગરો, વેલ્ડરો, ઉધય ટ્રીટમેન્ટના કારીગરોની પણ રોજી રોટી સંપૂર્ણ બંધ થઇ જવા પામી હતી.

અકિલા કાર્યાલયે વાંચકો, ગ્રાહકો, વેપારીઓ, એસ્ટેટ બ્રોકરોની મીની જાહેરાત ચાલુ કરવાની સતત પુછપરછ આવતા અકિલાના મેનેજમેન્ટે જુલાઇ માસથી એજન્સી મારફત મીની જાહેરાત સ્વીકારવાનું ચાલુ કરતા અને અકિલામાં મીની જાહેરાત પ્રસિદ્ધ થવા લાગતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ડોકટરોને માણસ-સેલ્સમેન, કારીગરો કે પછી નર્સીંગ સ્ટાફની જરૂરીયાત મીની જાહેરાતના માધ્યમથી ઉકેલાવા લાગી તેમજ નાના કારીગરો જેવા કે ઇલેકટ્રીશ્યન, પ્લમ્બર, વેલ્ડર, કડીયાકામ, કલરકામ, સુથારીકામ, પી.ઓ.પી.ના કારીગરોને પણ કામ મેળવવા અકિલામાં મીની જાહેરાત આવવાને કારણે તમામ નાના કારીગરોને પણ રોજગારી મળવા લાગી.આવીજ રીતે વર્ષોથી અકિલા સાથે જોડાયેલા જમીન, મકાન, લે-વેચ કરતા એસ્ટેટ બ્રોકરોને પણ અકિલામાં મીની જાહેર પ્રસિદ્ધ થવા લાગતા જમીન, મકાન, ફલેટ, ભાડે દેવા, લેવા તેમજ વેચાણની પુછપરછ આવવા લાગતા એસ્ટેટ બ્રોકરોની પણ રોજગારી ચાલુ થઇ જતા રાહત અનુભવી રહ્યા છે.

  • સોશ્યલ ડીસ્ટન્સ જળવાય અને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે
  • અકિલાના મેનેજમેન્ટે ટેમ્પરરી એડ. એજન્સી મારફત જાહેરાત સ્વીકારવા સ્તુત્ય નિર્ણય કર્યો

રાજકોટ તા. ૧૯ : કોરોના મહામારીને લઈને સમગ્ર દેશ સહિત ગુજરાતમાં લોકડાઉન જાહેર થયા બાદ કેસોમાં સતત વધારો થતો જોવા મળતો હતો. લોકડાઉનની કપરી સ્થિતિ વચ્ચે અખબારો નિયમીત પ્રસિદ્ધ થતા હતા પરંતુ અખબારોમાં જાહેરાતનું પ્રમાણ (ઝીરો) લેવલે પહોંચી ગયેલ. એપ્રિલથી લઈને જૂન સુધી જાહેરાત સદંતર બંધ રહેલ પરંતુ ૧૮ જૂન બાદ અનલોક એક જાહેર થયા બાદ સરેરાશ ૧૦ - ૨૦ ટકા વેપાર ધંધાને સરકારે ખોલવાની મંજુરી આપેલ પરંતુ અસંખ્ય વેપારીઓ ઉદ્યોગપતિઓને દુકાનો ફેકટરીમાં કારીગરો માણસોની ખોટ વર્તાતી હતી.

આ ઉપરાંત અનેક વેપારીઓને માણસની જરૂરીયાત પ્રોપર્ટી લેવા વેચવા કે જૂનો સામાન વેચવાની જાહેરાતો બંધ રહેતા અનેક લોકો મુંઝાયા હતા. અનલોક એક જાહેર થયા બાદ અનેક લોકોની અકિલા કાર્યાલયે મીની જાહેરાતો સ્વીકારવા માટે સતત રૂબરૂ ફોન દ્વારા રજુઆતો થતી હતી પરંતુ કોરોનાના કેસોની સંખ્યા વધતી જતી હતી.

આવા કપરા સમયે એક માત્ર સાંધ્ય દૈનિક અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, શ્રી અજીતભાઈ ગણાત્રા, શ્રી રાજુભાઈ ગણાત્રા અને ઈન્ટરનેટ એડીસનના એડીટર અને અકિલાના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રાએ અકિલાના વાંચકો અને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી ગ્રાહકો અકિલા કાર્યાલયે મીની જાહેરાત આપવા આવે અને ગીર્દી થાય સોશ્યલ ડીસ્ટન્સ જાળવવામાં મુશ્કેલી પડે અથવા ગીર્દીને કારણે લોકો સંક્રમીત ન થાય એટલા માટે ટેમ્પરરી રાજકોટની એડ એજન્સી મારફત 'મીની જાહેરાત' સ્વીકારવાનો સ્તુત્ય નિર્ણય કરી અકિલાના વાંચકો અને ગ્રાહકોની લાગણી સંતોષી તમામ લોકોના જમીન-મકાન લેવા-વેચવા, ભાડે આપવા, માણસ, કારીગર, સેલ્સમેન, કારીગરો ન મળવાની સમસ્યા મીની જાહેરાતના માધ્યમથી ઉકેલવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

  • અકિલાની મીની જાહેરાતની પુર્તીના 'ઘરેણા' સમાન મીની વચ્ચે બોકસ ટાઇપની જાહેરાતનું પણ લાજવાબ આકર્ષણ
  • અકિલામાં જાહેરાત છપાય કે તુરત સાંજથી જ ઇન્કવાયરી માટે મોબાઇલની રીંગટોન રણકવા લાગે

રાજકોટ : વૈશ્વીક કોરોના મહામારીને કારણે લોકડાઉન જાહેર થયા બાદ સમગ્ર દેશમાં વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા હતા. નાના-મોટા વેપારી-ઉદ્યોગપતિઓ ટ્રેન-બસ-પ્લેન વ્યવહાર ટ્રાવેલીંગ, પર્યટન સ્થળો, ધૅાર્મીક સ્થળો સહીત બહુ સતત મહિના બાદ અનલોક એક જાહેર થયા બાદ હવે દરેક વેપાર ધંધામાં તેજી આવતા લોકડાઉન પુર્વેની સ્થિતીએ પહોંચી ગયા છે.

લોકડાઉન દરમિયાન તમામ ધંધા બંધ રહેતા વર્તમાન પત્રોમાં જાહેરાતો પણ સદંતર બંધ થઇ જવા પામી હતી.

જાહેરાતો સદંતર બંધ રહેતા ખાસ કરીને નાના કારીગરો જેવા કે પ્લમ્બર, ઇલેકટ્રીશ્યન, વેલ્ડર, સુથાર, કલરકામ, કડીયાકામ કારીગરો નવરા થઇ ગયેલ સાથોસાથ અનલોક એકથી શરૂઆતના તબક્કે વેપારીઓને સ્ટાફની જરૂરીયાત, લોકોને નાની મોટી ચીજવસ્તુની લે-વેચ માટે કે મકાન ભાડે જોઇએ કે વેચવાની સમસ્યા સતાવી રહી હતી. તેવામાં લગભગ જુન-જુલાઇથી વેપાર જાહેરાતનું પ્રમાણ પણ વધવા લાગ્યું. ખાસ કરીને શનીવારે અકિલામાં પ્રસિધ્ધ થતી મીની જાહેરાત ઉપરાંત મીની જાહેરાતની વચ્ચે બોકસ ટાઇપ જાહેરાતનું પણ અકિલાના ગ્રાહકો-વાંચકોમાં લાજવાબ આકર્ષણ જોવા મળે છે.

અકિલાની મીની જાહેરાતની પુર્તી સાથે વચ્ચે બોકસ ટાઇપ જાહેરાત મીનીમમ ૩ થી ૪ સેમી. રૂ. ૩૦૦ થી રૂ. ૪૦૦ના નજીવા ખર્ચમાં કોઇ ગ્રાહક પ્રસિધ્ધ કરાવે કે સાંજ પડતાની સાથે જેવુ શહેરીજનોના હાથમાં અકિલા દૈનીક આવે કે તુરંત જ જાહેરાત મુજબની ઇન્કવાયરી માટે મોબાઇલની રીંગટોન રણકવા લાગે. માત્ર શનિ-રવિ બેજ દિવસમાં એટલી બધી ઇન્કવાયરી આવે કે જાહેરાત આપનારનો પ્રશ્ન ઉકેલાય જાય તેવુ જબરૂ આકર્ષણ અકિલાની બોકસ ટાઇપની જાહેરાતનું છે.

  • અકિલાની મીની જાહેરાત પુર્તીના આ છે સ્ટેટસ સિમ્બોલ 'હેડીંગ'
  • જોઇએ છે-વેચવાનું છે-ભાડે આપવાનું છે-ધંધાદારી-પરચુરણ

રાજકોટઃ અકિલાની મીની જાહેરાતની પુર્તીમાં વાંચકો ગ્રાહકો પોતાની જરૂરીયાત મુજબની ચીજવસ્તુઓની પુર્તતા કરવા માટે જમીન-મકાન-દુકાન-ફલેટ-શેડ કે પછી ખેતરની જાહેરાત જોઇએ છે-વેચવાનું છે અથવા ભાડે આપવાના હેડીંગ સાથે અકિલામાં પ્રસિધ્ધ કરેલ છે. જયારે વ્યવસાયીક લોકોને પોતાના ધંધા માટે સેલ્સમેન અને નાના કારીગરો પરચુરણ ધંધાદારીના હેડીંગ હેઠળ કામો મેળવવા જાહેરાત આપતા હોય છે.

  • સમગ્ર ગુજરાતમાં અકિલાની મીની જાહેરાત બની 'અનબીટન'

રાજકોટ : સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ દૈનિક પેપરોમાં અલગ-અલગ વારે એક દિવસ મીની જાહેરાતો પ્રસિધ્ધ થતી હોય છે. અકિલા દૈનિકમાં પણ વર્ષોથી સૌથી વ્યાજબી દરે એક લાઇન મુજબ મીની જાહેરાત પ્રસિધ્ધ થાય છે.

દાયકાઓથી અકિલાની મીની જાહેરાતે તેનો દબદબો જાળવી રાખ્યો છે અને સૌથી વધુ મીની જાહેરાત અકિલામાં પ્રસિધ્ધ થવાનો રેકોર્ડ થવા સાથે અકિલાની મીની જાહેરાત અનબીટન સાબિત થયેલ છે તે રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતના અકિલાના ગ્રાહકો - વાંચકોના અપરંપાર પ્રેમને આભારી છે.

(11:57 am IST)