Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કાલાવડ રોડ પહોળો કરવા સરકારી કચેરી અને પુર્વ ધારાસભ્ય તથા કોલેજ-હોસ્ટેલ સહિતની ૮૭ મિલ્કત કપાશેઃ લીસ્ટ જાહેર કરતું તંત્ર

રાજકોટઃ શહેરના કેકેવી ચોકથી મોટા મવા હદ સુધીના કાલાવડ રોડને બંન્ને બાજુથી પહોળો કરવા માટે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ સરકારી કચેરીઓ, કોલેજ, હોસ્ટેલ, રહેણાંક એપાર્ટમેન્ટ, પેટ્રોલ પંપ, શો રૂ.મ, દુકાનો સહીતની ૮૭ જેટલી મિલ્કતોમાં નાની મોટી કપાત આવનાર છે જે અંગેનું લીસ્ટ ટીપીઓ શ્રી સાગઠીયાએ જાહેર કર્યુ  છે જેમાં કાર્યપાલક ઇજનેર કચેરી, બ્રહ્મક્ષત્રીય વિદ્યાર્થી ભવન, આત્મીય કોલેજની ૧૪૩૮ ચો.મી. પાર્કીગની જગ્યા, કોર્પોરેશન પાણીના ટાંકાની ૧૪ર ચો.મી. જગ્યા, પુર્વ ધારાસભ્ય  ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ.ન ખુલ્લી જમીન પૈકી પ૩ર ચો.મી. જગ્યા, નીલ દા ધાબાની ખુલ્લી જમીન ર૬૬ ચો.મી., મહાત્મા ગાંધી હોસ્ટેલ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ૧૮૩ ચો.મી., કેન્દ્રીય વિદ્યાલયની ૭૦૭ ચો.મી., કોર્પોરેશન સ્વીમીંગ પુલની ર૬૧ ચો.મી., પશ્ચિમ મામલતદાર કચેરીની ૪૭૬ ચો.મી., જીટી શેઠ હાઇસ્કુલની ૧૯૮ ચો.મી. ઉપરાંત રવી ટાવર, પ્રાઇડ કોર્પોરેટ, કિંગ્સ બિલ્ડીંગ, સદગુરૂ. પેલેસ, આર્ય કોમ્પલેક્ષ, ડો.તેજસ હાપાણી હોસ્પીટલ, સાગર એપાર્ટમેન્ટ, તુલસી એપાર્ટમેન્ટ, બીઝનેસ પ્લાઝા, ગાયત્રી કોમર્શીયલ સેન્ટર વગેરેમાં ૪૭ થી ૧૧૪ ચો.મી. જેટલી જમીન કપાત થનાર છે તેમજ ઇન્ડીયન ઓઇલ પેટ્રોલ પંપની ૧૧૪ ચો.મી. જમીન કપાત થશે. ઉપરોકત તમામ મિલ્કતો પૈકી મોટાભાગની મિલ્કતોમાં બાંધકામ વગરની એટલે કે ખુલ્લી જગ્યા અથવા પાર્કીગની જગ્યામાં કપાત થશે.  જેટલી જમીન કપાશે તેના અસરગ્રસ્તોને કોર્પોરેશન દ્વારા વળતર આપવામાં આવશે.

(3:56 pm IST)