Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

૧૪ સ્થળોએ પે એન્ડ પાર્કિંગ કોન્ટ્રાકટઃ સૌથી વધુ સર્વેશ્વર ચોકનાં ૩.૧૧ લાખ

કેકેવી ચોક, બીગ બજાર, માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, હોમી દસ્તુર માર્ગ, ઢેબર રોડ, ઇન્દીરા સર્કલ, ગોવર્ધન ચોક, પારડી રોડ, ગ્રીન લેન્ડ ચોકડી, જાગનાથ મંદિર, સ્ટર્લીંગ હોસ્પીટલ સહિતનાં સ્થળોએ હવે પછી પાર્કીંગ ચાર્જ લાગશેઃ ટેન્ડરો ફાઇનલઃ કાલની સ્ટેન્ડીંગ કમીટીનાં કોન્ટ્રાકટ મંજૂર થશે

રાજકોટ તા. ર૧ :.. શહેરમાં ૧૪ સ્થળોએ પે એન્ડ પાર્કીંગનાં કોન્ટ્રાકટો આપવા માટે આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત મંજૂર થનાર છે. આ ૪૭ પૈકી સૌથી વધુ ભાવ સર્વેશ્વર ચોકનાં ૩.૧૧ લાખ અને સૌથી ઓછા પારડી રોડનાં ૬પ હજારનો ભાવ આવ્યો છે.

આ અંગેની દરખાસ્તમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરનાં સ્માર્ટ સીટી કાર્યક્રમ અંતર્ગત શહેરીજનોને ટ્રાફીકની સમસ્યાથી મુકત કરવાનાં ઉમદા આશયથી રાજકોટ મહાનગરપાલિકાનાં હદ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનાં પ્લોટ અને રોડ સાઇડ ખાતે સ્ટે. ક. ઠ. નં. ૬૦૩ તા. ર૬-૩-ર૦૧પ અન્વયે પે એન્ડ પાર્ક એક વર્ષ માટે ફાળવવામાં આવેલ. આ અંતર્ગત નીચે મુજબની કુલ ૪૭ સાઇટોની મુદત પુર્ણ થયેલ હોઇ અને જે તે સ્થળની વધુ આવક મળી શકે તેમ હોઇ આ એન્ડ પાર્ક પાર્કીંગ માટે વાર્ષિક કોન્ટ્રાકટથી ફાળવવા માટે અપસેટ ભાવ નિયત કરી, વાર્ષિક ભાવો મંગાવતા, આ માટે કુલ (૧ર) બાર સીલબંધ ટેન્ડરો આવેલ.

જે પે એન્ડ પાર્કીંગ કોન્ટ્રાકટ મંજુર થયા છે.

તેમાં સર્વેશ્વર ચોકમાં સિધ્ધરાજભાઇ ધાધલને ૩,૧૧,૦૦૦ માં, કેકેવી ચોક થી બિગ બજાર તરફ આથમણી બાજુએ (વેસ્ટ) ભાગ-૬ માં જીતેન્દ્રસિંહ બી. વાઘેલાને ૯૧,૦૦૦ માં, માધવ પાર્કીંગ કોઠારીયા ચોકડી નીયર રીંગ રોડ, પ્રભાતભાઇ વી લાવડીયાને ૧,પ૬,૦૦ માં, હોમી દસ્તુર માર્ગ બંને સાઇડમાં રામભાઇ એન. ધાધલ ને ૧,૪૧,૦૦૦ માં, ઓપન પ્લોટ, હુડકો કવાટરની પાછળ ઉકાભાઇ ડાંગરને ૯પ,૦૦૦ માં નાગરીક બેંક સામે ઢેબરભાઇ રોડ કોર્નરનો પ્લોટ, ઉકાભાઇ ડાંગરને ૧,૧૦,૦૦૦ માં વગેરેને કોન્ટ્રાકટ આપવા દરખાસ્તમાં જણાવાયું છે.

જયારે ઇન્દીરા સર્કલથી રૈયા ટેલીફોન તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) ભાગ-૪ માં જીતેન્દ્રસિંહ બી. વાઘેલાને ૯૦,૦૦૦ માં ગોવર્ધન ચોક ૧પ૦ ફુટ રીંગ રોડ, (ફોરચ્યુન હોટેલ પાસે), રામભાઇ એન. ધાધલને ૧,૪૧,૦૦૦ માં, પારડી રોડ કોમ્યુનિટી હોલની બાજુમાં વોર્ડ નં. ૧૭ માં ઉકાભાઇ ડાંગરને ૬પ,૦૦૦ માં, સ્ટર્લીંગ હોસ્પિટલની બાજુમાં ૧પ૦ ફુટ રીંગ રોડ, ઉકાભાઇ ડાંગરને ૮ર,૦૦૦, માં ઓપન પ્લોટ સત્ય સાંઇ હોસ્પિટલ રોડમાં મનોજભાઇ ધાનાભાઇ ચાવડાને ૭૧,૦૦૦ માં ઓપન પ્લોટ ટી. પી. ૧૧ એફ. પી. ૪૬ વોર્ડ નં. ૧૮ સેન્ટ્રલ ઝોન (પુરૂપાર્થ સોસાયટી) માં મનોજભાઇ ધાનાભાઇ ચાવડાને ૧,૩૧,૦૦૦ માં, ગ્રીનલેન્ડ ચોકડી (બ્રીજની સાઇડનો પ્લોટમાં રામભાઇ એન. ધાધલને ૧,૩૬,૦૦૦ માં, જાગનાથ મંદિર આગળનો ઓપન પ્લોટમાં સિધ્ધરાજભાઇ ધાધલને ૯૧,૦૦૦ માં કોન્ટ્રાકટ આપવા દરખાસ્તમાં જણાવાયું છે.

ઉપરોકત કોન્ટ્રાકટરોએ જે ભાવ આપ્યા છે તે મુજબ વર્ષે મ્યુ. કોર્પોરેશનને ચુકવવાના થશે. આમ આ ૧૪ પાર્કીંગ કોન્ટ્રાકટથી તંત્રને વાર્ષિક ૧૮ થી ૧૯ લાખની આવક થશે.

(3:44 pm IST)