Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કારકૂનની પરીક્ષામાં સુરેન્દ્રનગરની કોલેજમાં જે બન્યું તે અંગે દોષિતો સામે પગલા ભરોઃ કોલેજને ઝપટે લો

NSUI રાજકોટ એકમનું કલેકટરને આવેદન

NSUI રાજકોટ એકમે કલેકટર કચેરીએ દેખાવો યોજી આવેદન પાઠવ્યું હતું. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ર૧: એનએસયુઆઇ રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી જણાવેલ કે, તા. ૧૭/૧૧/ર૦૧૯, રવિવારના રોજ બિનસચિવાલયના કલાર્કની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પરીક્ષાનો સમય ૧ર થી ર વાગ્યા સુધીનો હતો. અને પ્રવેશનો સમય સવારે ૧૧ વાગ્યાનો હતો. આ સમય દરમ્યાન સુરેન્દ્રનગરની શ્રી એમ. પી. શાહ કોલેજમાં કેન્દ્ર હતું ત્યાં પરીક્ષાર્થીઓએ પોતાના વર્ગખંડમાં બેસતા જ ૪ થી પ વર્ગની અંદર સવારના ૧૧-૩૦ના સમય દરમ્યાન પેપર બંધ સીલ વગરનું ખુલેલુ જોવા મળ્યું. નિયમ મુજબ પરીક્ષાર્થીઓની હાજરીમાં જ પેપર બંચ ખોલવાનું હોય છે પરંતુ આ બાબતે પરીક્ષાર્થીઓ દ્વારા વર્ગ નિરીક્ષકને જાણ કરતા તેમણે ઉડાવ જવાબ આપ્યો. તેઓએ કહ્યું કે સ્ટાફ ઓફીસમાંથી જ સીલ તુટેલ આવ્યું છે. આ બાબતની જાણ કોલેજના પ્રિન્સીપાલને કરતા તેઓએ અલગ નિવેદન આપેલ. ત્યારબાદ ગૌણસેવા આયોગના અધિકારીઓને જાણ કરતા તેમણે ત્યારબાદ જણાવ્યું હતું કે અમોએ તમામ બંચ તપાસ કર્યા બાદ જ આપેલા. ત્યારબાદ પરીક્ષાર્થીઓ પ્રિન્સીપાલ પાસે આ બાબતે લેખીત જવાબ લેવા જતા તેણે પ્રુફ સાથે ચેડા કર્યા જે સીસીટીવીમાં આવેલ છે.

અમો એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો માંગણી કરીએ છીએ કે, આવી મોટી બેદરકારી તેમજ ગુજરાતને કલંકીત કરનાર ઘટના બની છે ત્યારે આ ઘટનાની વ્હેલીતકે નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડક સજા કરવામાં આવે અને સુરેન્દ્રનગરની કોલેજ પર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

આવેદન આપવામાં એન.એસ.યુ.આઇ.ના આદિત્યસિંહ ગોહિલ, સુરજ ડેર, મુકુન્દ ટાંક, મયુર વાંક, નરેન્દ્ર સોલંકી, રોહિત રાજપૂત, હરપાલસિંહ જાડેજા, દિગ્પાલનસિંહ જાડેજા, બોની પટેલ, રવિ જીતીયા, માધવ આહિર, દેવેન્દ્રસિંહ ગોહિલ, આદિ સાવલિયા, મિલન, વિશુભાઇ જાડેજા, અર્ષિલભાઇ વિગેરે જોડાયા હતા.

(3:39 pm IST)