Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ગુર્જર સુતાર - ભારદીયા પરિવાર દ્વારા સ્નેહમિલન

રાજકોટ : શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના શ્રી ભારદીયા પરીવાર રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૨મો સ્નેહમિલન, વિદ્યાર્થી સન્માન અને ગીત સંગીત કાર્યક્રમ વિશ્વકર્મા કેળવણી મંડળના પટાંગણમાં યોજાઈ ગયેલ. કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે ધવલભાઈ શાંતીલાલ ભારદીયા, તેમજ હરેશભાઈ જેન્તીભાઈ ભારદીયા, સંસ્થાના પ્રમુખ અશોકભાઈ વલ્લભાઈ, જ્ઞાતિ અધ્યક્ષ જગદીશભાઈ ભારદીયા, ખજાનચી નટુભાઈ મનસુખભાઈ ભારદીયા અને મંત્રી કમલેશભાઈ કેશુભાઈ ભારદીયા ઉપસ્થિત રહેલ.

કુ.અમી દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવેલ. ત્યારબાદ પરીવારના વર્ષ દરમિયાન અવસાન પામેલા ભાઈ - બહેનોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામાં આવેલ. આ વર્ષે નવા વરાયેલા પ્રમુખ અશોકભાઈ વલ્લભભાઈ ભારદીયાનું હારતોરાથી સન્માન કરવામાં આવેલ. નટુભાઈ ભારદીયા તથા કમલેશભાઈ ભારદીયાએ સંસ્થાની તથા બહારગામની પ્રવૃતિઓ વિશે માહિતગાર કરેલ.

આ પ્રસંગે ધો.૧ થી કોલેજ સુધીના કુલ ૬૦ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ. ઈનામમાં એસ.કે. એન્જીનિયર અને ખીમજીભાઈ જેરામભાઈ ભારદીયા (લાંબા બંદરવાળા) પરિવારના ધવલભાઈ ઉપરાંત ભરતભાઈ કેશવજીભાઈ તથા પ્રવિણભાઈ જમનાદાસનો સહયોગ મળેલ.

આ પ્રસંગે જામખંભાળીયા કોલેજના પ્રોફેસર ભાવિક પંચાસરા અને પ્રોફેસર હિના ભારદીયાએ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક મોટીવેશનલ પ્રવચન તેમજ અંજારના હરેશભાઈ ભારદીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપેલ. હૈદ્રાબાદવાળા સુનિલ પંજવાણી, જીજ્ઞાબેન ગજ્જર દ્વારા નવી જૂની ફિલ્મના ગીતો સુમધુર કંઠે કરાઓકે સંગીત ઉપર રજૂ કરેલ. કમલેશ ભારદીયા તથા ભરત ભારદીયાએ પણ ગીતો રજૂ કરેલ હતા.

કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય સંયોજક - આયોજક એવા નટુભાઈ ભારદીયા - કમલેશભાઈ ભારદીયા ઉપરાંત અશોકભાઈ વલ્લભભાઈ, હરેશભાઈ પ્રભુભાઈ, ધરમશીભાઈ, વેલજીભાઈ, કીરીટભાઈ, કાનજીભાઈ, પ્રાગજીભાઈ રવજીભાઈ, દિપકભાઈ, તુલસીભાઈ, પ્રાણલાલ ચતુરભાઈ, વિવેક અશોકભાઈ, સંજયભાઈ ચંદુભાઈ, પીયુષ દિપકભાઈ તેમજ અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ હતી.

(3:39 pm IST)