Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કૈંક ભેદભરમની 'શાક્ષી' જુની ગુન્હાશોધક કચેરીમાં રેકર્ડ, યાદો અને પુરાવા 'બિચારા' બની ધૂળ ખાય છે...!!

ભાસ્કર અપહરણ કેસમાં કરેલ 'બ્લેકનાઇટ' ઓપરેશનનો ફોટો 'અંધારા': તત્કાલીન ડીસીપી ખુરશીદ અહેમદ વર્ષો બાદ પરત ફર્યા પરંતુ તેમનો સરર્કયુલર નવી કચેરીમાં ના આવ્યો...!!

ઢેબર સેનેટોરીયમ ખાતે દિવસ-રાત અનેકવિધ મકસદો સાથે ડીટેકશન માટે ધમધમતી ગુન્હાશોધક કચેરી આજે 'ભૂત રડે ભેંકાર' જેવી દશામાં ખાતાકીય બેદરકારીની ચાડી ખાતી નજરે પડે છે. અહીયા હાલ અનેકવિધ પુરાવા, ગુન્હેગારોને ઠમઠોરવા માટે રખાયેલ મનાતા 'બેઝબોલ'ના ધોકા, અત્યાર સુધીના શહેર પોલીસના સૌથી ગૌરવપ્રદ કામગીરી તા. રપ અને ર૬ નવેમ્બર ર૦૦૦ ના ભાસ્કર અપહરણ અંતર્ગતના ઓપરેશન બ્લેકનાઇટની વટભેર પડાવેલી તસ્વીર. કબ્જે કરાયેલા વાહનો, ગાડી, સારી ભાવના સાથે રખાયેલ બે 'ભગવાત ગીતા', તતકાલીન ડીસીપી ખુરશીદ અહેમદનો પુત્ર  (ખરી નકલ) પોલીસ પુરાવા સીલ કરવાની સામગ્રી, પોલીસ કામગીરીની ફાઇલોના પોટલા આવુ તો કૈંક ધુળ ખાતુ પડયુ છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ઓપરેશન બ્લેકનાઇટ સમયના પોલીસ કમિશ્નર સુધીર કુમાર સિન્હા, ડીસીપી એ. કે. શર્મા ત્થા જાંબાઝ અધિકારીઓ સાથેની તસ્વીર તથા ર૦૦૮ માં તત્કાલીન નાયબ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદે તમામ પોલીસ ઇન્સ્પેકટરોને પાઠવેલ પત્ર બધુ અહીયા ધૂળ ખાતુ ખૂણામાં ફેંકી દેવાયેલ હાલતમાં નજરે પડે છે. ખુરશીદ અહેમદ તો દસેક વર્ષના પરિભ્રમણ બાદ પુનઃ રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી ખાતે બિરાજમાન થયા પરંતુ તેમનો ૧૧ વર્ષ જુનો પત્ર પુનઃ કમિશ્નર કચેરી ખાતે ના આવી શકયો. અહીયા હિન્દુઓના પવિત્ર ધાર્મિક ગ્રંથ ભગવત ગીતાની બે પ્રત ધૂળ ખાતી પડી છે. જાણે એવુ લાગે કે ગીતા વાંચી હશે કોઇકે પરંતુ તેમાંથી બોધપાઠ લઇ શકાયો નથી. એક હિન્દી ફિલ્મનું ગીત છે કે 'અપના ટાઇમ આયેગા' પરંતુ જુની ગુન્હા શોધક કચેરી ખાતે મહત્વની ચિજ વસ્તુઓ, પુરાવા, ગૌરવપ્રદ કામગીરીની સાક્ષી પુરતી તસ્વીર વિગેરે તંત્ર ત્થા અધિકારીઓની બેદરકારીથી જાણે એવુ ગાઇ રહી છે કે 'અપના ભી ટાઇમ આયા થા'....!!! (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:31 pm IST)