Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

રાજકોટ શહેરને સ્વચ્છ રાખવા સફાઈ કામદારોની બેનમૂન સેવાયજ્ઞ : ઉદિત અગ્રવાલ

તમામ વોર્ડના શ્રેષ્ઠ સફાઈ કામદારોને અવધૂત સ્વચ્છતા એવોર્ડ - પુરસ્કાર : અવધૂત ક્રેડીટ કો.ઓ. સોસા.નો કાર્યક્રમ

રાજકોટ : શ્રી અવધૂત ક્રેડીટ કો.ઓ. સોસાયટી દ્વારા સમાજના સેવારત્નોને અવધૂત એવોર્ડ તથા મ.ન.પા.ના તમામ વોર્ડના શ્રેષ્ઠ સફાઈ કામદારોને અવધૂત સ્વચ્છતા એવોર્ડ અને દરેકનું પાંચ હજાર પુરસ્કારથી સન્માન કરવામાં આવેલ.

આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉપક્રમે રાજકોટને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર રાખતા તમામ વોર્ડના શ્રેષ્ઠ સફાઈ કામદારોને અવધૂત સ્વચ્છતા એવોર્ડ, ાલ અને રૂ.૫ હજારની ફીકસ ડિપોઝીટ તથા સામાજીક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ધરાવતા રાજકોટના સેવારત્નોને અવધૂત એવોર્ડ અર્પણ કરાયો હતો.

શ્રી અવધૂત ક્રેડીટ સોસાયટીના આ સેવાયજ્ઞને બિરદાવવા મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, કમલેશભાઈ રાઠોડ, રાજુભાઈ ધ્રુવ, બાવનજીભાઈ મેતલીયા, અરવિંદભાઈ તાળા, વિજયભાઈ કોરાટ સહિત અનેક રાજકીય તેમજ અમદાવાદ સ્થિત સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ તેમજ લીંબડી નિંબાર્કપીઠના મહામંડલેશ્વર શ્રીશ્રી લલિતકિશોર શરણજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના અલગ અલગ ક્ષેત્રના સેવારત્નો અનુપમભાઈ દોશી, વિજયભાઈ દેસાણી, ડો.ગૌરવીબેન ધ્રુવા, તક્ષ મિશ્રા અને ઉમેશભાઈ વાળાને તેમની સમાજ પ્રત્યેની વિશિષ્ટ સેવાઓ બદલ અવધૂત એવોર્ડ અર્પણ કરાયો હતો.

મ્યુ. કમિશ્નર શ્રી ઉદીત અગ્રવાલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં કહ્યુ કે સફાઈ કામદારોનું સન્માન એ અતિ પ્રેરણાદાયી કાર્ય ગણાય. ૧૭ લાખની વસ્તી ધરાવતા શહેરને સ્વચ્છ રાખવુ એ સફાઈ કામદારોની ઉત્તમ સેવાનું પરિણામ છે. શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યુ કે તેઓ ડો.પ્રવિણભાઈ નિમાવતના વર્ષોથી સંપર્કમાં છે અને સફાઈ કામદારોને રૂ.૫ હજારની ફિકસ્ડ ડિપોઝીટ અર્પણ કરી સેવાયજ્ઞને સાચા અર્થમાં મૂર્તિમંત કર્યો છે.

આ પ્રસંગે જગન્નાથ મંદિર મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજે અને લીંબડી નિંબાર્ક પીઠના મહામંડલેશ્વર શ્રી લલીતકિશોર શરણજીએ આર્શીવચન પાઠવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ઉમેશભાઈ વાળા, શરદભાઈ પંડિત, સંગીતાબેન પંડિત, વિજયભાઈ નિમાવત, જયભાઈ, વિરલભાઈ, મયુરીબેન, સ્વાતીબેન, અભીભાઈ અને જીતભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી. (ફોન-૦૨૮૧-૨૩૭૮૮૭૮)

(3:30 pm IST)