Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

વડગામા એસોસીએટ્સ લો ફર્મ રાજકોટ દ્વારા શનિવારે વિનામૂલ્યે મિલ્કત ટાઈટલ નિદાન કેમ્પ

તમારી મિલ્કતની ફાઈલમાં ખૂટતા કાગળો અંગે માર્ગદર્શન અપાશે : ઓરીજનલ ફાઈલ સાથે લાવવી જરૂરી : અશ્વિન વડગામા - કુંજન વડગામા

રાજકોટ, તા. ૨૧ : વડગામા એસોસીએટ્સ લો ફર્મ - રાજકોટ દ્વારા નિઃશુલ્ક મિલ્કત ટાઈટલ નિદાન કેમ્પ તા.૨૩ના શનિવારે યોજાયો છે.

એડવોકેટ શ્રી અશ્વિન વડગામા અને શ્રી કુંજન વડગામાએ જણાવેલ કે એવુ જોવામાં આવે છે કે આપણે સામાન્ય કિંમતનું કેલ્કયુલેટર - મોબાઈલ કે વાહન ખૂબ જ જતનથી સાચવતા હોઈએ છીએ, પરંતુ લાખોની કિંમતની આપણી મિલ્કતની ફાઈલ - ટાઈટલ પ્રત્યે તદ્દન ઉપેક્ષા સેવીએ છીએ. વડગામા એસોસીએટ્સના એડવોકેટોએ તેમની વર્ષોની પ્રેકટીસ દરમિયાન જોયુ છે કે મિલ્કતની ફાઈલ એડવોકેટને ત્યારે જ બતાવવા જાય છે કે જયારે મિલ્કત વેચવાની હોય કે લોન મેળવવાની હોય અને ત્યારે જ ખ્યાલ આવે છે કે મિલ્કતની ફાઈલમાં ઘણા ડોકયુમેન્ટ્સ - ટાઈટલ ખુટે છે ત્યારે ખર્ચ અને સમય લાગે છે અને અનેક કાયદાકીય ગૂંચવળ ઉપસ્થિત થાય છે. મિલ્કતધારકોની આવી મુશ્કેલી નિવારવા અને મિલકત પોતાની મિલ્કત ફાઈલ પ્રત્યે જાગૃત થાય તેવા શુભ આશયથી રાજકોટની ખ્યાતનામ પેઢી વડગામા એસોસીએટ્સએ એક નવતર પ્રયોગ હાથ ધરેલ છે.

રાજકોટમાં સૌપ્રથમ નિઃશુલ્ક મિલકત ટાઈટલ નિદાન કેમ્પનું તા.૨૩ને શનિવારના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી તેમની ઓફીસ વડગામા એસોસીએટ્સ, ૧૦-ગોપાલનગર કોર્નર, ઢેબર રોડ (સાઉથ), રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં કોઈપણ વ્યકિત તેની મિલ્કત ફાઈલની નિઃશુલ્ક ચકાસણી કરાવી શકશે.

મિલ્કતની ફાઈનલ ચકાસણી કરાવવા આવનાર વ્યકિતએ તેની અસલ ફાઈલ સાથે લાવવા વકીલશ્રીઓ અશ્વિન એન. વડગામા - મો.૯૯૦૪૮ ૪૩૨૯૯ અને  કુંજન આર. વડગામા - મો.૭૫૭૫૦ ૪૩૨૯૯એ જણાવ્યુ હતું. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:29 pm IST)