Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સ્વચ્છતાની બાબતમાં પંચમહાલ જિલ્લાને રાષ્ટ્રીય એવોર્ડ

રાજકોટઃ ભારત સરકારે સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ગ્રામીણ-૨૦૧૯ અંતર્ગત પંચમહાલ જિલ્લાને રાજ્યમાં પશ્ચિમ ઝોનમાં ત્રીજો તેમજ દેશમાં પંદરમો ક્રમ મળ્યો છે. મંગળવારે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી સદાનંદ ગોડાના વરદ હસ્તે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ અને તેમની ટીમને એસ.એચ.જી -૨૦૧૯ ના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.દિલ્હી ખાતે યોજાયેલ સમારોહમાં એ.જે.શાહ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.પી. ચૌધરી તેમજ ડીસ્ટ્રીકટ કો. ઓર્ડીનેટર રૂપલ આર.સોલંકીને સ્વચ્છતા ગ્રામીણ એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતા.

(3:29 pm IST)