Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

રાજનગર સોસાયટીમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૦૪માં જાગૃત કોર્પોરેટર દ્વારા સૌ નો સાથ સૌનો વિકાસના સુત્ર સાથે લોક ઉપયોગી વિસ્તારના જુદા જુદા કામો મંજુર કરાવી કરવામાં આવે છે તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૪માં આવેલ રાજનગર સોસાયટીમાં પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત રાજકોટ મહાનગરપાલિકાના કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, માર્કેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૪ પ્રમુખ સી. ટી. પટેલ, મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ, કાનાભાઈ ઉધરેજા, તેમજ અગ્રણી લાભુભાઈ કુંગશીયા, વિનોદભાઈ મોલીયા, ભગવાનજીભાઈ ભંડેરી, દામજીભાઈ વોરા, વિરજીભાઈ સંખાવરા, ચમનભાઈ કોટડીયા, ઘનશ્યામભાઈ પટેલ, ધીરૂભાઈ રાઠોડ, કાન્તીભાઈ ગઢીયા, મહેશભાઈ ગઢીયા, દિનેશભાઈ રામાણી, રવિભાઈ ગોહીલ, રમેશભાઈ પરમાર, લલીતભાઈ દ્યેટીયા, નરેશભાઈ ચૌહાણ, અનિલભાઈ મિયાણી, પુષ્કરભાઇ પરમાર, હિતેશભાઈ મઠીયા, જેશીંગભાઈ રાઠોડ, કૈલાશભાઈ જાગાણી, સંજયભાઈ રાઠોડ, નીલેશભાઈ ડાભી, મનમીતભાઈ બારોટ, રાજેશ્રીબેન માલવિયા, મીનાબેન હેરભા, કંકુબેન ઉધરેજા, મનીષાબેન સરવૈયા, પ્રજ્ઞાબેન દેશાણી, જયાબેન પટેલ તથા બહોળી સંખ્યામાં લત્ત્।ાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:23 pm IST)