Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

'ડમ-ડમ' થઇ વાહન હંકારતા ૮ પકડાયા

રાજકોટ તા. ર૧: શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ અંગેની ડ્રાઇવમાં જુદા-જુદા વિસ્તારમાં દારૂ ઢીંચી વાહન લઇને નીકળેલા આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વાહન ચેકીંગ અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં માલવીયાનગર પોલસ મથકના એએસઆઇ કે.કે.માઢક અને અંકીતભાઇ નિમાવત તથા દિલીપસિંહએ નાનામવા રોડ રાજનગર ચોક પાસેથી જી.જે.૩ઇ.જે.૩પ૬૬ નંબરનું બાઇક લઇને નિકળેલા કિશનસિંહ જીલુભા બારડ (ઉ.૩ર) (રહે.લાપાસરી ગામ કોઠારીયા પાસે)ને તથા જીજે ૩-૭૪૪પ નંબરના પરથી પીધેલી હાલતમાં દીલીપ રમેશભાઇ મોલીયા (ઉ.૩૬) (રહે. રૂડાનગર-૩, કાલાવડ રોડ)ને પકડી લીધા હતા. તથા પુનીતનગર પાણીના ટાંકા સામે ઝુપડા પાસેથી રૂ.૧૦૦ નો દેશી દારૂ કબ્જે કરી રોશન ભરત મંદુરીયાની શોધખોળ આદરી છ.ેતથા ગોકુલનગર શેરી નં.રમાંથી અજય ઉર્ફે લાલો યશવંત પરમાર (ઉ.રપ) (રહે.અંબેડકરનગર શેરી નં. પ-૧પ૦ ફુટ રોડ)ને અને ધવલ જેન્તીભાઇ મકવાણા (ઉ.૧૮) (રહે. આંબેડકરનગર શેરી નં.પ, ૧પ૦ ફુટ રોડ)ને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં પકડી લીધા હતા ન્યારે પ્રનગર પોલીસ મથકના કોન્સ વિરદેવસિંહ અને જયેન્દ્રસિંહ સહિતે ભીસ્તીવાડ ચોક પાસેથી દારૂ પી નીકળેલા મોઇન મુસાભાઇ નારેજા (ઉ.૧૯)(રહે. દુધની ડેરી પાસે લાખાજીરાજ શેરી નં.૩)ને તથા દારૂ પી કાર લઇને નિકળેલા મુસ્તાક હુંશેનભાઇ ખીયાણી (ઉ.ર૧) (રહે. પરસાણાનગર શેરી નં.૭) ને તથા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ આર.આર.વ્યાસ તથા અમીનભાઇ સહિતે રમશે ભનુભાઇ સાડમીયા (ઉ.૪૩) (રહે. રૈયાધાર)ને છરી સાથે તથા રૈયાધાર છોટુનગર પાસેથી દારૂપી જીજે ૩ કે એ. ૭૦૭૧ નંબરનું બાઇક લઇને નીકળેલા મયુર મહેશભાઇ જોષી(ઉ.રપ) (રહે. ગીતગુર્જર સોસાયટી એરપોર્ટ રોડ) ને તથા યુનિવર્સિટી પોલીસ મથકના જે.એમ. સોંદરવા સહિતે યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોક પાસેથી દારૂપી જી.જે.૩ ઇસી.-ર૮૮૦ નંબરની આઇ ર૦ કાર લઇને નિકળેલા વિરલ પ્રવિણભાઇ પરસાણા (ઉ.૩૪) (રહે. મોટામવા રવીદ્રષ્ટિ સોસાયટી શેરી  નં. ૧૩ કાલાવડ રોડ)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:22 pm IST)